બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: શુક્રવાર, 28 જાન્યુઆરી 2022 (09:58 IST)

ફાઇનાન્સ કંપનીના બે મેનેજરે નકલી સોનું ગિરવે મુકાવી 91.66 લાખ ઠગ્યા

અમદાવાદમાં મુથુટ ફાઇનાન્સ કંપનીના 2 બ્રાન્ચ મેનેજરે બે ગઠિયા સાથે મળી દોઢથી બે ડઝન લોકોના નકલી સોનાના દાગીના ગિરવે મુકાવી, ઓવર ફંડિંગ મેળવી કંપની સાથે રૂ.91.66 લાખની છેતરપિંડી કરી હતી. જે પણ ગ્રાહકે કંપનીમાં દાગીના ગિરવે મૂકીને લોન લીધી હતી, તેઓ વ્યાજ કે મૂડી ચૂકવતા ન હતા તેમ જ દાગીના પણ લેવા આવ્યા ન હતા. ગોલ્ડ ઇન્સ્પેક્ટરે સોનું ચેક કર્યું તેમાં તેમ જ કંપનીના ઓડિટ રિપોર્ટમાં ભાંડો ફૂટતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.શીલજના કાવેરી ત્રિશલામાં રહેતા હિરેનભાઈ કનાડા મુથુટફિનકોર્પ લિમિટેડ કંપનીમાં રિજનલ મેનેજર છે. જોકે 2 વર્ષથી કોરોનાના કારણે કંપનીના ગોલ્ડ ઇન્સ્પેક્ટર દ્વારા સોનાની ખરાઈ કરવામાં તેમ જ ઓડિટ કરવામાં થોડું મોડું થઇ રહ્યું છે. આ દરમિયાન ગોલ્ડ ઇન્સ્પેક્ટર રામચંદ્રપ્રભુ દ્વારા 14 ઓક્ટોબર 2020ના રોજ ઓડિટ કરાયું હતું, જેમાં જાણવા મળ્યું હતું કે, કાલુપુરની મસ્જિદ પોળમાં રહેતા અબ્દુલરહેમાન મહંમદફિરોજ પૂઠાવાલાએ 2019માં તેમના પરિવારના સભ્યો તેમ જ અન્ય સગાંના નામથી કંપનીમાં સોનુ ગિરવે મૂકીને લોન લીધી હતી. જ્યારે ફેનિલ બિપિનભાઈ શાહ (મારુતિ ટેનામેન્ટ, ઇસનપુર)એ પણ 8 ગ્રાહકોનું સોનું કંપનીમાં જમા કરવીને લોન લીધી હતી. જોકે તે ગ્રાહકોએ આજદિન સુધીમાં કંપનીમાં લોનનું વ્યાજ, મૂડી જમા કરાવી ન હતી તેમ જ સોનું પણ છોડાવી લઈ ગયા હતા. આથી તેમના દ્વારા ગિરવે મુકાયેલા સોનાની ખરાઈ કરવામાં આવતા તેમાંથી અમુક સોનું ખોટંુ હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે અમુક વ્યક્તિના નામે ઓવરફંડિંગ કરાયું હતું. જ્યારે અબ્દુલરહેમાન અને ફેનિલને નકલી સોના પર આ લોકોને લોન તેમ જ ઓવરફંડિંગ કર્યું ત્યારે રિલીફ ચાર રસ્તા મહારાજા કોમ્પ્લેક્સમાં આવેલી મુથુટફાઈનાન્સ કંપનીમાં બ્રાન્ચ મેનેજર તરીકે અભિષેક જોશી અને દિવ્યરાજસિંહ કિશોરસિંહ પરમાર હતા. આથી આ બંને ફેનિલ અને અબ્દુલ રહેમાન સાથે મળીને કંપનીમાં નકલી સોનું ગિરવે મુકાવી તેમ જ ઓવર ફંડિંગ કરાવીને કંપની સાથે રૂ.91. 66 લાખની છેતરપિંડી કરાવી હતી. આ અંગેની હિરેનભાઈ કનાડાએ ચારેય વિરુદ્ધ કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે હાલમાં એક પણ આરોપીની ધરપકડ કરવામાં આવી નહીં હોવાનું કારંજના પીઆઈ એમ. એમ. લાલીવાલાએ જણાવ્યું હતું