Astrology Zodiac Horoscope Cancer Lov.htm

Notifications

કર્ક કર્ક
પ્રેમ સંબંધ

કર્ક રાશીની વ્‍યક્તિને ગંભીરતા પસંદ છે. પ્રેમનું ઓછાપણું તેમને પસંદ નથી.સેક્સનો સંબંધ ઘર અને બાળકોને આધારે હોય છે. ભોજન અને સેક્સ ને સરખા સમજે છે. સેક્સમાં રહસ્‍યાત્‍મક તેમને વધુ પ્રિય છે. કર્ક રાશી તરફ આદર્શ વ્‍યક્તિ આકર્ષાય છે. ક્યારેક તેમને પ્રેમમાં નેકશાન પણ થાય છે. પ્રેમમાં સાવધાનીથી પગલા લો. કોઇને વચન આપતા પહેલા સર્વ બાબત પર વિચાર કરો. વિજાતીય સંબંધ - કર્ક રાશીની વ્‍યક્તિનો પ્રેમ એક તરફી હોય છે. તેમને સેક્સ ઘર-પરિવારના આધારે હોય છે. કર્ક રાશીની વ્‍યક્તિને વૃશ્ચ‍િક અને મિથુન રાશી સાથે સારૂ રહે છે. તેઓ પ્રેમમાં કોઇ બંધન સ્‍વીકારતા નથી.

ગુજરાતી રેસીપી - સુખડી રેસીપી

ગુજરાતી રેસીપી - સુખડી રેસીપીસુખડી રેસીપી (ગુજરાતી) સામગ્રી ઘઉંનો લોટ – 1 કપ ગોળ (છીણેલો) – ¾ કપથી 1 કપ (સ્વાદ મુજબ) ઘી – ½ કપ એલચી પાઉડર – ½ ચમચી બદામ અને પિસ્તાની કતરણ – 2 ટેબલસ્પૂન (વૈકલ્પિક) બનાવવાની રીત એક જાડા તળિયાની કડાઈમાં ઘી ગરમ કરો. તેમાં ઘઉંનો લોટ ઉમેરી ધીમા તાપે 10–12 મિનિટ સુધી સતત હલાવતા શેકો. લોટ સુવર્ણ રંગનો થઈ જાય અને સરસ સુગંધ આવવા લાગે ત્યારે ગેસ બંધ કરો. હવે મિશ્રણને 2–3 મિનિટ સહેજ ઠંડું થવા દો. તેમાં છીણેલો ગોળ અને એલચી પાઉડર ઉમેરો અને ગોળ સંપૂર્ણ ઓગળી જાય ત્યાં સુધી સારી રીતે મિક્સ કરો. તૈયાર મિશ્રણને ઘી લગાવેલી થાળીમાં પાથરી દો. ઉપરથી બદામ-પિસ્તાની કતરણ છાંટો અને હળવેથી દબાવી દો. 10–15 મિનિટ પછી હળવું સેટ થાય એટલે મનપસંદ આકારમાં કટ કરી લો. સંપૂર્ણ ઠંડી થઈ જાય પછી સર્વ કરો