Astrology Zodiac Horoscope Cancer Wkn.htm

Notifications

કર્ક કર્ક
સ્‍વભાવની ખામી

કર્ક રાશીની વ્‍યક્તિ પોતાની મરજી મુજબ કામ કરવામાં જુના વિચારો અને માન્‍યતાનો ત્‍યાગ કરે છે. કોઇ મિત્ર પોતાની કલ્‍પનામાં બંધબેસતો ન આવે તો તેની પણ ઉપેક્ષા કરે છે. તેઓ વિરોધાભાસ ના પ્રતીક છે. અત્‍યંત કઠોર અને વિનમ્ર, દ્રઢ મનનાં અને અત્‍યંત નબળા પણ હોય છે. તેમની ઇચ્‍છાઓ અસંભવ હોય છે. ભાવનાઓ બાળક જેવી હોય છે. ચંદ્ર સાથે સંબંધ હોવાથી તેમનું મન ક્ષણે-ક્ષણે બદલાય છે. ઉપાય- તેમણે સોમવારે ઉપવાસ કરવો જોઇએ. સોળ સોમવારનું વ્રત કરવું જોઇએ. શિવ દતાત્રેય અથવા ગણેશની પૂજા લાભદાયક છે. ચંદ્રનો જાપ પણ સારો રહે છે અને દુઃખ દૂર થાય છે. સફેદ વસ્‍ત્ર, ચોખા, ચાંદી, ઘી, મોતી, સફેદ ફૂલ, કપૂર અને સફેદ વસ્‍તુનું દાન લાભકારી છે. ૐ શ્રાં શ્રીં શ્રૌં સઃ ચંદ્રમસે નમઃ - આ મંત્રનાં ૧૧૦૦૦ જાપ કરવાથી મનોકામના થઇ શકે છે. બીજાની નકલ ન કરવી, આલોચના ન કરવી, દેખાવો ન કરવો, ભાવુક ન થવું, સમયના મહત્‍વને સમજવું, અને સતત પ્રયત્‍ન કરવાથી સફળતા જરૂર મળે છે.

ગુજરાતી રેસીપી - સુખડી રેસીપી

ગુજરાતી રેસીપી - સુખડી રેસીપીસુખડી રેસીપી (ગુજરાતી) સામગ્રી ઘઉંનો લોટ – 1 કપ ગોળ (છીણેલો) – ¾ કપથી 1 કપ (સ્વાદ મુજબ) ઘી – ½ કપ એલચી પાઉડર – ½ ચમચી બદામ અને પિસ્તાની કતરણ – 2 ટેબલસ્પૂન (વૈકલ્પિક) બનાવવાની રીત એક જાડા તળિયાની કડાઈમાં ઘી ગરમ કરો. તેમાં ઘઉંનો લોટ ઉમેરી ધીમા તાપે 10–12 મિનિટ સુધી સતત હલાવતા શેકો. લોટ સુવર્ણ રંગનો થઈ જાય અને સરસ સુગંધ આવવા લાગે ત્યારે ગેસ બંધ કરો. હવે મિશ્રણને 2–3 મિનિટ સહેજ ઠંડું થવા દો. તેમાં છીણેલો ગોળ અને એલચી પાઉડર ઉમેરો અને ગોળ સંપૂર્ણ ઓગળી જાય ત્યાં સુધી સારી રીતે મિક્સ કરો. તૈયાર મિશ્રણને ઘી લગાવેલી થાળીમાં પાથરી દો. ઉપરથી બદામ-પિસ્તાની કતરણ છાંટો અને હળવેથી દબાવી દો. 10–15 મિનિટ પછી હળવું સેટ થાય એટલે મનપસંદ આકારમાં કટ કરી લો. સંપૂર્ણ ઠંડી થઈ જાય પછી સર્વ કરો