મેષ - આજીવિકા અને ભાગ્ય
મેષ રાશીની વ્યક્તિ નેતા અને આગેવાન બની શકે છે. તેમનો મંગળ સાથે નજીકનો સંબંધ છે માટે તેઓ સારા ઉદ્દેશને સરળતાથી મેળવી શકે છે. તેમને રાજકીય લાભ તથા સહકાર મળે છે. નેતા બનીને રાજકારણમાં લોકપ્રિય બનવા માગે છે. દરેક સમયે સલાહ આપે છે અને નવું કરવાની ધુન, ભૌતિક સુખ અને સાધનો વધારવામાં તૈયાર રહે છે. સતત ક્રિયાશીલ મસ્િતકના સ્વામી હોય છે. સંધર્ષ કરવાની પ્રકૃતિ હોય છે. નેતૃત્વનો ગુણ હોવાથી સારો શાસક રહે છે અને સફળ થાય છે. વધારે પ્રમાણે બહાદુરીના અને મહેનત વાળા કાર્યમાં રસ લે છે. સર્વેક્ષણ, વિદ્યુત મશીન, પોલીસ, શૈન્ય, ડોક્ટર, ખાણવિજ્ઞાન તથા ખેતી અને નેતૃત્વના કામમાં સફળ થાય છે. કુશળ સંગઠનકર્તા, નેતા, જાસૂસ, વેપારી, સુધારક, દલાલ, સલાહકાર, નિરીક્ષક, જમીન, તાંબુ, અને લોખંડ ના વ્યવસાય માં પણ સફળ થાય છે.