ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. અયોધ્યા રામ મંદિર
Written By
Last Updated : મંગળવાર, 9 જાન્યુઆરી 2024 (23:51 IST)

રામ મંદિરના ગર્ભગૃહમાં લાગ્યા સોનાના દરવાજા, આવા વધુ 13 દરવાજા લગાવવાની તૈયારી

ram mandir
ram mandir
રામ મંદિરના અભિષેક પહેલા રામલલાના ભક્તો માટે વધુ એક મોટી ખુશખબર છે. રામ લાલાના ગર્ભગૃહનો મુખ્ય દરવાજો સોનાનો બનેલો છે. મંગળવારે મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર તરીકે તેને સ્થાપિત કરવામાં  આવ્યો છે. આ દરવાજાની કિંમત કરોડો રૂપિયા હોવાનું કહેવાય છે. એવી પણ માહિતી મળી રહી છે કે મંદિર પરિસરમાં આવા 14 જેટલા સોનાના દરવાજા હજુ લગાવવાના બાકી છે. રામ મંદિરમાં સુવર્ણ દરવાજાની પણ કેટલીક વિશેષતા છે.
 
રામલલ્લાના ગર્ભગૃહમાં સ્થાપિત સોનાના દરવાજા પર સુંદર કોતરણી કરવામાં આવી છે. મંદિરના ગ્રાઉન્ડ ફ્લોર પર 14 દરવાજા લગાવવાના છે, કારીગરો તેને અંતિમ આકાર આપવામાં વ્યસ્ત છે. આજે કારીગરોએ પહેલો દરવાજો લગાવ્યો છે. રામ મંદિરના 14 સુંદર ઘુમાવદાર  દરવાજા મહારાષ્ટ્રના સાગના બનેલા છે અને સોનાથી જડેલા છે. રામ મંદિરમાં ગ્રાઉન્ડ ફ્લોરનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. હવે દરવાજા તૈયાર છે.
 
દરવાજા પર  કોતરણી
સૂત્રોના જણાવ્યા મુજબ આ સોનાના દરવાજા હૈદરાબાદ સ્થિત કંપનીના કારીગરો તૈયાર કરી રહ્યા છે. તેઓ કન્યાકુમારી તમિલનાડુના છે. આ દરવાજાઓ પર ભવ્યતાનું પ્રતીક, ગજ (હાથી), સુંદર વિષ્ણુ કમળ, સ્વાગતની પ્રણામ મુદ્રામાં દેવીનું ચિત્રણ કરવામાં આવ્યું છે.