ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 2 એપ્રિલ 2024 (16:53 IST)

ભાજપે કહ્યું પાર્ટીમાં સામેલ થાઓ નહીંતર ધરપકડ કરીશું’

atishi
કેજરીવાલ સરકારમાં મંત્રી આતિશીએ દાવો કર્યો છે કે ભાજપે તેને કહ્યું છે કે 'પાર્ટીમાં સામેલ થઈ જાઓ નહીંતર તમારી ધરપકડ કરવામાં આવશે.'
 
આતિશીએ એક પત્રકારપરિષદમાં જણાવ્યું કે ભાજપે તેમની એક અંગત વ્યક્તિનો સંપર્ક સાધ્યો હતો અને તેમને પાર્ટીમાં સામેલ થવાની ઑફર આપી હતી.
 
આતિશીએ કહ્યું કે ભાજપ આમ આદમી પાર્ટીને કચડી નાખવા માગે છે. વધુમાં તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો, “આપની અગ્રીમ નેતાગીરીની ધરપકડ કરી લેવામાં આવી છે. પહેલાં સત્યેન્દ્ર જૈનને પકડી લેવાયા, પછી મનિષ સિસોદિયા, સંજયસિંહ અને હવે મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ.”
 
તેમણે એ પણ ભય વ્યક્ત કર્યો કે હવે પછી તેમનો તથા સૌરભ ભારદ્વાજ, દુર્ગેશ પાઠક અને રાઘવ ચઢ્ઢાનો વારો છે.
 
તેમણે કહ્યું, “જો ભાજપ એવું વિચારતો હોય કે તે આમ આદમી પાર્ટીના નેતાઓની ધરપકડ કરીને પાર્ટીને ખતમ કરી નાખશે તો એવું નહીં બને.”