બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 6 નવેમ્બર 2019 (11:08 IST)

હાર્દિક પટેલે કહ્યું, 'સરકાર પાસે 7 દિવસનો સમય, નહીં તો જનઆંદોલન થશે'

ગુજરાતમાં વાવાઝોડાંને પગલે પડેલા કમોસમી વરસાદના લીધે ખેડૂતોએ ભારે નુકસાન વેઠવું પડ્યું છે.
આ સંદર્ભે પાટીદાર અનામત આંદોલન સમિતિ અને હવે કૉંગ્રેસ સાથે જોડાયેલા નેતા હાર્દિક પટેલે રાજકોટમાં એક પત્રકારપરિષદ કરી હતી.
 
આ પત્રકાર પરિષદમાં હાર્દિક પટેલે ગુજરાત સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવતા કહ્યું, "ભાજપ સરકાર ખેડૂતોના હિતમાં કામ નહીં કરે તો ખેડૂત સરકાર વિરુદ્ધ બોલશે અને લડશે."
"ગુજરાતમાં ખેડૂતોને બચાવવા છે તો ગુજરાતમાં ભાજપ સરકારે રાજીનામું આપવું જોઈએ. કેમ કે ગુજરાત સરકાર પાસે ખેડૂતોના હિતમાં એક પણ યોજના નથી."
 
"સતત વરસાદના કારણે બચેલો પાક પણ નાશ પામ્યો છે. સરકાર ખેડૂતોને વીમો પણ આપી રહી નથી. વીમા કંપની ખેડૂતોને જવાબ આપી રહી નથી."
તેમણે ઉમેર્યું, "ગુજરાત સરકાર પાસે સાત દિવસનો સમય છે, ખેડૂતોની સમસ્યાનું સમાધાન કરે, નહીં તો જનઆંદોલનનો સામનો કરે."