શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 18 એપ્રિલ 2019 (10:29 IST)

મોદીના હેલિકૉપ્ટરની કથિત તપાસ કરનાર અધિકારી સસ્પેન્ડ

ચૂંટણીપંચે બુધવારે ઓડિશામાં સામાન્ય નિરીક્ષક તરીકે મૂકેલા એક અધિકારીને સસ્પેન્ડ કરી દીધા છે.
આ અધિકારીએ કથિત રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હેલિકૉપ્ટરની ચકાસણી કરવાનો પ્રયત્ન કર્યો હતો.
મોદી ઓડિશાના સાંભલપુર ખાતે રેલી સંબોધવા ગયા ત્યારે આ ઘટના બની હતી.
1996ની બૅન્ચના કર્ણાટક કૅડરના IAS અધિકારી મોહમ્મદ મોહસિન પર ચૂંટણીપંચના નિર્દેશોનો ભંગ કરવાનો આરોપ છે.
જિલ્લા કલેક્ટર અને નાયબ પોલીસ મહાનિરીક્ષકના રિપોર્ટ બાદ ચૂંટણીપંચે આ કાર્યવાહી કરી છે.