ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 24 એપ્રિલ 2019 (16:31 IST)

જાવેદ હબીબના 'ચોકીદાર' બનવાથી ભાજપમાં શું બદલાયું?

હૅર-સ્ટાઇલિસ્ટ જાવેદ હબીબ જ્યારે સોમવારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા તો સોશિયલ મીડિયા પર આ સમાચાર છવાઈ ગયા.
 
ભાજપમાં જોડાયા બાદ તેમણે કહ્યું, "આજ સુધી હું વાળનો ચોકીદાર હતો. આજે હું દેશનો ચોકીદાર બની ગયો છું."
 
જાવેદ હબીબે કહ્યું, "હું ભાજપમાં જોડાઈને ખુશ છું. છેલ્લાં પાંચ વર્ષમાં પીએમ મોદીએ દેશમાં કેવું પરિવર્તન આણ્યું એ મેં જોયું છે."
 
"પોતાના ભૂતકાળને કારણે કોઈએ શરમાવવું જોઈએ નહીં. મોદી ગર્વથી પોતાને ચાવાળા કહી શકે તો હું મારી જાતને વાળંદ ગણાવવામાં શા માટે શરમ અનુભવું?"
 
જાવેદ હબીબ પોતાના સલૂન અને વાળની સ્ટાઇલ માટે જાણીતા છે. ભાજપમાં જોડાયા બાદ જાવેદ હબીબની આ ઓળખે લોકોને મીમ અને ટુચકા બનાવવા પ્રેરણા આપી. આમાં ભાજપના નેતાઓની તસવીરો સાથેના મીમ વધુ જોવા મળ્યા. લોકોએ ફોટોશૉપનો ઉપયોગ કરીને નેતાઓની નવીનવી હૅરસ્ટાઇલ બનાવીને મજા લીધી.
 
આગળ જુઓ આવી કેટલીક વધુ તસવીરો
બિલાલ અહેમદ લખે છે, "જાવેદ હબીબના ભાજપમાં જોડાયા બાદ યોગી આદિત્યનાથ કંઈક આવા દેખાય છે."
 
મહેશ બાબુ લખે છે કે જાવેદ હબીબ ભાજપમાં જોડાયા બાદ ભાજપની હાલત કંઈક આવી થઈ ગઈ.
કેટલાક એવા લોકો પણ છે જેણે મજાક કરતાં કહ્યું કે જાવેદ હબીબનો ભાજપમાં જોડાવવાનો વિરોધ થવો જોઈએ.
 
તેના પરિણામ સ્વરૂપે કેટલીક આવી તસવીરો સામે આવી.
 
ટ્વિટર હૅન્ડલ @BelanWali દ્વારા લખવામાં આવ્યું કે જાવેદ હબીબના ભાજપમાં જોડાવવાથી લોકોએ હબીબના સલૂનને બૉયકૉટ કરવાનું શરૂ કરી દીધું છે.
 
જાવેદ હબીબ ભલે દિલ્હી ભાજપમાં જોડાયા પણ તેની અસર મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર પણ વર્તાઈ.
 
જ્યારે અરવિંદ કેજરીવાલ પર ફોટોશૉપ દ્વારા કંઈક આ રીતે હુમલો થયો.
મોદીભક્ત નામના યૂઝરે અરવિંદ કેજરીવાલની આ તસવીર ફોટોશૉપ કરી છે.
 
દીપક ટ્વીટ કરે છે, "જાવેદ હબીબ ભાજપમાં જોડાયા બાદ ઝાડ નીચે ઈંટ પર બેસીને વાળ કાપતા લોકો પણ ટ્વીટ કરશે- લેટ્સ બૉયકૉટ જાવેદ હબીબ."
 
 
@licensedtodreamએ લખ્યું, "આ એ જ જાવેદ હબીબ છે, જેમણે એક વખત સલૂનમાં હિંદુ દેવી-દેવતાઓની તસવીરો લગાવીને માફી માગી હતી."