ગુરુવાર, 24 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 11 મે 2021 (17:04 IST)

નાઇજીરિયા : એ બજાર જ્યાં રૂપિયા છે બેકાર, ફક્ત સાટાનો છે વેપાર

આજની આપણ જિંદગી એવી છે કે પૈસા વગર પાંદડું પણ ન હલાવી શકીએ, એમ કહીએ તો ચાલે.
 
જીવનમાં દરેક પગલે ઑનલાઇન કે ઑફલાઇન પૈસા વગર કોઈ ખરીદી શક્ય નથી.
 
જોકે, વસ્તુ કે સેવાના બદલે સામે વસ્તુ કે સેવા એ પદ્ધતિ માણસે ચલણની શોધ થઈ એ અગાઉ જ બનાવી લીઘી હતી.
 
એક સમયે સાટાની પદ્ધતિ સામાન્ય હતી અને ફક્ત વસ્તુ કે સેવા માટે જ નહીં લગ્નસંબંધો સુધી તેનો વ્યાપ હતો.
 
હાલ ભારતમાં વસ્તુ કે સેવામાં સાટા પદ્ધતિ ખાસ જોવા નથી મળતી પણ લગ્નસંબંધોમાં તે હજી અનેક જ્ઞાતિઓમાં છે ખરી.
 
જોકે, અહીં વાત છે એ બજારની જ્યાં તમારે ખરીદી કરવી હોય તો તમારા પૈસાનું કોઈ મૂલ્ય નથી, તમારે વસ્તુના બદલે સામે વસ્તુ જ ચૂકવવી પડશે.