બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : સોમવાર, 5 ડિસેમ્બર 2022 (16:19 IST)

Government Scheme: મહિલાઓ માટે ખુશ ખબર ! કેન્દ્ર સરકાર આપશે 6000 રૂપિયા, જાણો કોના ખાતામાં આવશે પૈસા?

pm modi scheme
PM Matritva Vandana Yojana: આજે અમે તમને કેન્દ્ર સરકાર  (Central Government) ની એક એવી સ્કીમ વિશે બતાવીશુ જેમા મહિલાઓને પણ 6000 રૂપિયાની આર્થિક સહાયતા આપવામાં આવે છે. સરકાર ખેડૂતો ઉપરાંત મહિલાઓને પણ 6000 રૂપિયાની રકમ પ્રદાન કરે છે.  આ સ્કીમનુ નામ પીએમ માતૃત્વ વંદના યોજના છે. 
 
કેન્દ્ર સરકાર આ યોજના હેઠળ દેશની મહિલાઓને 6000 રૂપિયા આપે છે. આવો આજે આ યોજના વિશે ડિટેલમાં બતાવી રહ્યા છીએ. 
 
પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજનામાં પ્રથમ વખત ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને નાણાકીય સહાય આપવામાં આવે છે. આ યોજના 1 જાન્યુઆરી 2017ના રોજ શરૂ કરવામાં આવી હતી. તે પ્રધાનમંત્રી ગર્ભાવસ્થા સહાય યોજના તરીકે પણ ઓળખાય છે.
 
આ યોજનાનો હેતુ માતા અને બાળક બંનેની સારી સંભાળ લેવાનો છે, જેના માટે સરકાર તેમને 6000 રૂપિયાની આર્થિક સહાય આપે છે. સરકાર આ પૈસા 3 તબક્કામાં આપે છે.
 
પ્રથમ તબક્કામાં રૂ. 1000, બીજા તબક્કામાં રૂ. 2000 અને ત્રીજા તબક્કામાં રૂ. 2000 ગર્ભવતી મહિલાઓને આપવામાં આવે છે. તે જ સમયે, સરકાર બાળકના જન્મ સમયે હોસ્પિટલને છેલ્લા 1000 રૂપિયા આપે છે.
 
આ યોજના વિશે વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો https://wcd.nic.in/schemes/pradhan-mantri-matru-vandana-yojana પર તમે વિઝિટ કરી શકો છો.