શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 15 માર્ચ 2021 (08:43 IST)

ફરી એકવાર ગુજરાતમાં કોરોનાએ ચિંતા વધારી, નવા 810 કેસ નોંધાયા, 2ના મોત

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ફરી એકવાર કોરોના બેકાબૂ બન્યો છે. દિવસેને દિવસે કોરોના વાયરસના કેસોમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે.  ત્યારે આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 810  દર્દીઓ નોંધાયા હતા. તેની સામે 586 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે બે વ્યક્તિના કોરોનાથી મોત નિપજ્યાં છે. જો કે, રાજ્યમાં કુલ 2,69,361 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં દર્દીઓનો સાજા થવાનો દર 96.82 થઇ ચુક્યો છે. 
 
આ ઉપરાંત 19,77,802 વ્યક્તિઓનું પ્રથમડોઝનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે. 5,00,635 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 42,849 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.
 
જો કે હવે ફરી એકવાર કોરોનાની સ્થિતી ગંભીર બની રહી છે. રાજયમાં બોટાદ, ડાંગ, જામનગર અને પોરબંદર એમ કુલ 04 જીલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયેલ નથી. રાજ્યમાં કોવિડ-19 ના 810 દર્દીઓ નોંધાયા છે. અને રાજ્યભરમાંથી 586 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યનો રીકવરી રેટ 96.82 ટકા જેટલો છે. આરોગ્ય વિભાગની સતત કામગીરીના કારણે 2,69,361 કુલ લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
 
જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 4422 એક્ટિવ દર્દી છે જે પૈકી 54 લોકો વેન્ટીલેટર પર છે. 4368 લોકો સ્ટેબલ છે. 2,69,361 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 4424 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનનાં 1 અને ખેડામાં 1 કોરોના દર્દીનું મોત નિપજ્યું હતું. જેના કારણે કોરોનાને કારણે આજનાં દિવસમાં કુલ 2 લોકોનાં મોત નિપજ્યાં હતા.