રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 2 મે 2019 (14:35 IST)

ગુજરાત 24 કલાક ધમધમતા માર્કેટવાળું પ્રથમ રાજ્ય બન્યું

ગુજરાત સરકારે ગુમાસ્તા ધારા (ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 2019)ની અમલવારીનું જાહેરનામું ગેઝેટ દ્વારા બહાર પાડી દીધું છે. ગુજરાતનાં મોટાં શહેરો, રાષ્ટ્રીય ધોરીમાર્ગો(નેશનલ હાઇવે), રેલવે પ્લેટફોર્મ, એસટી બસ સ્ટેશનો પર હોસ્પિટલો કે પેટ્રોલપંપો પરની તમામ દુકાનો, હોટેલો, રેસ્ટોરન્ટ, સિનેમાગૃહો, દવાખાનાં કે અન્ય વ્યાવસાયિક સંસ્થાનો ચોવીસ કલાક ખુલ્લાં રાખી શકાશે. હવેથી પોલીસ કે અન્ય કોઇ સત્તાતંત્ર આ દુકાનોને બંધ કરવા ફરજ પાડી શકશે નહીં. જો કે નાના શહેરો, ગ્રામ્ય વિસ્તારોમાં દુકાનો, હોટેલો કે અન્ય સંસ્થાનો ખુલ્લા રાખવા માટેનો સમયગાળો ચોવીસ કલાક નહીં રહે. ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાએ જણાવ્યું કે રાજ્યપાલ પાસેથી મંજૂરી મળ્યાં બાદ આ કાયદાના અમલીકરણ માટે અમે ચૂંટણી પંચની મંજૂરી માગી હતી. આ મંજૂરી મંગળવારે જ મળી જતાં હવે મધરાતથી જ આ કાયદો અમલમાં આવી ગયો છે. આરામકક્ષ, ઘોડિયાઘર, અલગ ટોઇલેટ, જાતીય સતામણીથી મુક્ત વાતાવરણ અને ઘરથી વ્યવસાયના સ્થળ અને પરત ઘરે આવવા વાહનની સગવડ મળે તો નાઇટ શિફ્ટમાં મહિલા કર્મચારીઓ પાસે કામ કરાવી શકાય. કોઇ પણ કર્મચારીને દિવસના નવ અથવા અઠવાડિયાના અડતાલીસ કલાકથી વધુ કામની ફરજ પાડી શકાય નહીં. જો ઓવરટાઇમ કરવાનો આવે તો મૂળભૂત વેતનના બમણાં જેટલું વળતર આપવાનું રહેશે. શહેરોમાં કામના કલાકોના લીધે ખરીદીનો સમય મળતો નથી. 24 કલાકો દુકાનો ખુલ્લી રહે તો તેમને શોપિંગમાં અનુકૂળતા રહે એ માટે રાજ્ય સરકારે કાયદામાં સુધારો કર્યો છે. શહેરી વિસ્તારોમાં પોલીસ કમિશનર, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં SPની જવાબદારી રહેશે.