ભારતીય વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલ નિવૃત્ત થયો 17 વર્ષની ઉમરમાં કર્યુ હતું ડેબ્યુ
ભારતીય વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયો છે. ગુજરાતના ખેલાડીએ તેની 18 વર્ષની લાંબી કારકિર્દીનો અંત સોશિયલ મીડિયા પર લખાયેલી લાંબી પોસ્ટ દ્વારા કર્યો હતો. 35 વર્ષીય પટેલે 25 ટેસ્ટ, 38 વનડે અને બે ટી 20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ગુજરાત તરફથી 194 ફર્સ્ટ ક્લાસ મેચ રમનાર પાર્થિવનો સ્થાનિક ક્રિકેટમાં જબરદસ્ત રેકોર્ડ છે. આ વર્ષની શરૂઆતમાં, તેણે રણજી ટ્રોફીમાં ગોવાના વિરુદ્ધ 27 મી ફર્સ્ટ-ક્લાસ સદી ફટકારીને 11 હજાર ફર્સ્ટ ક્લાસ રન પૂરા કર્યા હતા.