ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ભાજપનુ રાષ્ટ્રીય અધિવેશન
Written By
Last Updated :અમદાવાદ , શનિવાર, 27 ફેબ્રુઆરી 2021 (12:20 IST)

અમદાવાદમાં ન્યુ રાણીપ વિસ્તારમાં જાહેરમાં દેશી દારૂ વેચાતો હોવાનો વીડિયો વાઇરલ થયો, દારુ લેવા લોકોના ટોળા ઉમટ્યા

શહેરમાં ચૂંટણી પુરી થતા જ દેશી અને વિદેશી દારૂના અડ્ડાઓ બેફામ શરૂ થઈ ગયા છે. અમદાવાદમાં સાબરમતી પોલીસ સ્ટેશનની હદમા આવતાં ન્યુ રાણીપ વિસ્તારમાં સરસ્વતીનગર વિભાગ-2માં ખુલ્લેઆમ જાહેરમાં દેશી દારૂ વેચાતો હોવાનો વીડિયો વાઇરલ થયો છે. વાઇરલ વીડિયોમાં લોકોના ટોળા દેશી દારૂની થેલીઓ લઈ દારૂ પીતાં નજરે પડે છે. આ મામલે સાબરમતી પોલીસ સ્ટેશનના PI આર.એસ.ઠાકરે જણાવ્યું હતું કે સરસ્વતીનગરના વીડિયો મામલે તપાસ કરાવી લઉ છું.
 
 
લોકોના ટોળા દેશી દારૂ લેવા માટે ઉમટી પડ્યા
સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં સાંજના સમયે લોકોના ટોળા દેશી દારૂ લેવા માટે ઉમટી પડ્યા છે. દેશી દારૂ પીવા આવતા દારૂડિયાઓ હાથમા ચાર પાંચ થેલીઓ લઈને જતાં નજરે પડે છે. વાઇરલ વીડિયો સાબરમતી પોલીસ સ્ટેશનની હદમાં આવતાં ન્યુ રાણીપ વિસ્તારમાં સરસ્વતીનગર વિભાગ 2નો હોવાનું બહાર આવ્યું છે. સરસ્વતીનગર વિભાગ 2માં બેફામ પણે દેશી દારૂનો જાહેરમાં અડ્ડો ચાલતો હોવાનો વીડિયો વાઇરલ થતાં અનેક સવાલો ઊભાં થયાં છે. સાબરમતી પોલીસ સ્ટેશનની હદમાં આવતાં કાળીગામ અને છારાનગર સહિતના વિસ્તારમાં દેશી અને વિદેશી દારૂ વેચાતો હોય છે. સ્થાનિક પોલીસ ઉપરાંત પીસીબીની પણ મિલીભગત હોવાને લઇ આવા અડ્ડાઓ ચાલતાં હોવાનો સ્થાનિક લોકોના આક્ષેપો છે.
પોલીસે 19.90 લાખનો દેશી અને 10.44 કરોડનો વિદેશી દારૂ ઝડપ્યો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે જ ગુજરાત રાજ્યની રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર રાજ્ય તથા કેન્દ્રશાષીત પ્રદેશ દિવ દમણ અને દાદરા નગરહવેલી સાથે સંકળાયેલ આંતરરાજ્ય સરહદ ઉપર કુલ 97 આંતરરાજ્ય ચેકપોસ્ટ ઉભી કરવામાં આવેલ છે. તે ઉપરાંત 437 જેટલી આંતરિક ચેક ચેકપોસ્ટ ઉભી કરવામાં આવેલ છે. જે ચેક પોસ્ટ પરથી 19.90 લાખનો દેશી દારૂ 10.44 કરોડનો વિદેશી દારૂ, 2 કરોડ રોકડ,15.57 કરોડના વાહન અને 2.11 કરોડ ની અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.