ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated :જામકંડોરણા, , શુક્રવાર, 2 ઑગસ્ટ 2024 (11:22 IST)

જામ કંડોરણામાં 800 ફૂટના બોરમાંથી અચાનક મોટર અને પાઈપ હવામાં ઉડી, જુઓ વીડિયો

jamkandorna
jamkandorna
 ખેતરમાં પાકની સિંચાઈ માટે બનાવવામાં આવેલા બોરવેલમાં અચાનક પાણી અને હવાનું પ્રેશર સર્જાતા ઉંચા ઉંચા ફૂવારા ઉડતા હોય છે. ત્યારે રાજકોટ જિલ્લાના જામ કંડોરણામાં એક ખેતરમાં 800 ફૂટના બોરમાંથી અચાનક 100 ફૂટ ઊંચો પાણીનો ફૂવારો ઉડ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયો છે. 
 
મોટર અને ફાઉબર પાઇપ બન્નેને હવામા ફંગોળી દીધા
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટ જિલ્લાના જામ કંડોરણાના ઉજળા ગામે રાજુભાઈ વલ્લભભાઈ રાદડીયાના ખેતરમાં 800 ફુટ બોરવેલમાં અચાનક પાણી અને હવાના પ્રેશરે મોટર અને ફાઉબર પાઇપ બન્નેને હવામા ફંગોળી દીધા હતાં. ત્યાર બાદ ખેતરમાં પાણીનો 100 ફૂટ ઊંચો ફૂવારો ઉડ્યો હતો. હાલમાં ચોમાસાની સિઝનમાં સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થતાં ભૂજળ પણ ઉંચા આવ્યાં છે. 
 
ખેડૂતે વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો
મોટર અને પાઈપ એવી રીતે હવામાં ઉડી હતી કે, જાણો કુદરતે કોઈ કમાલ કર્યો હોય.અચાનક વાડીના બોરમાંથી પાણીનો આટલો જોરદાર ફોર્સ આવતા ખેડૂતે વીડિયો ઉતારી લીધો હતો. જે ત્યાર બાદ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. જેને જોઇને લોકોએ વધુ શેર કરતાં વીડિયો વાયરલ થયો હતો.