રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 15 જૂન 2020 (15:42 IST)

કચ્છના ભચાઉમાં ભૂકંપના ફરીવાર ત્રણ આંચકા અનુભવાયા

કચ્છના ભચાઉમાં આજે ફરી ધરા ધ્રુજી હતી. બપોરે 12:30થી 1 વાગ્યા સુધીમાં ગાળામાં 3 કંપનો અનુભવાયા હતા. તેમાં પણ પાંચ મિનિટના અંતરે બે મોટા આંચકા અનુભાવાયા હતા. 4.6 રિક્ટર સ્કેલનો 12:57 તથા 3.6નો 1:01 કલાકે આવ્યો હતો. જેમાં તમામનું કેન્દ્રબિંદુ ભચાઉની આસપાસ રહ્યું હતું.  ભૂંકપ આવતા ભુજમાં લોકો ઘર બહાર દોડી ગયા હતા. તો ભચાઉ આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં મકાનોને તિરાડો પડ્યા હોવાનું સામે આવ્યું છે. પ્રથમ આંચકો 12:33 આવ્યો હતો અને તેની તીવ્રતા 2.4 હતી. કેન્દ્રબિંદુ પશ્ચિમઉત્તરપશ્ચિમ હતું. બીજો આંચકો 12:57એ આવ્યો હતો જેની તીવ્રતા 4.6 રિક્ટર સ્કેલની હતી અને ભચાઉથી 15 કિમી દૂર ઉત્તરઉત્તરપૂર્વમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ રહ્યું હતું. ત્યારબાદ ત્રીજો આંચકો  1:01 મિનિટે આવ્યો હતો તેની તીવ્રતા 3.6 રિક્ટર સ્કેલ હતી અને કેન્દ્રબિંદુ ભચાઉથી 11 કિમી ઉત્તરઉત્તરપશ્ચિમમાં હતું.