મંગળવાર, 3 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 20 નવેમ્બર 2022 (15:04 IST)

વિદ્યાર્થીઓને બળજબરીપૂર્વક KISS કરાવી, 5 ની ધરપકડ

ઓડિશાના બ્રહ્મપુરમાં એક વિદ્યર્થીને પરેશાન કરવાના આરોપમાં પાંચ વિદ્યાર્થીઓની અટકાયત કરી છે. બ્રહ્મપુરના પોલીસ અધિકારીએ જણાવ્યુ કે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં 12 કોલેજના વિદ્યાર્થી એક વિદ્યાર્થીનીને હેરાન કરતા જોવાઈ રહ્યા છે. આ બાબતે પોક્સો અને આઈટી એકૃ હેઠણ કેસ નોંધયો છે. 
 
ઓડિશાના બ્રહ્મપુરની એક કોલેજમાં રેગિંગના નામે સગીર છોકરી અને છોકરાને બળજબરીથી કિસ કરાવવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. આ કેસમાં પાંચ વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી છે. આમાંથી બે સગીર છે.