રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 2 નવેમ્બર 2022 (10:29 IST)

મોરબી ખાતે બી.એ.પી.એસ ના સંતો અને સ્વયંસેવકોને સેવા કાર્ય કરવા બદલ નરેન્દ્ર મોદીએ બિરદાવ્યા

રવિવારે મોરબી ખાતે ઝુલતા પુલની દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા અને કેટલાય લોકો ઈજાગ્રસ્ત થયા છે. સમગ્ર ગુજરાત અને અનેક સ્થળેથી સૌ કોઈ ઝુલતા પુલની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અને ઇજાગ્રસ્તો પ્રત્યે સહાનુભૂતિ અને સંવેદના વહાવી રહ્યા છે.
 
આ દુર્ઘટના વખતે ત્યાં હાજર રહેલા અનેક લોકોએ માનવતા દાખવી ડુબતાનો જીવ બચાવવા માટે મરણોતર પ્રયાસો કર્યા હતા. જેમાં બી.એ.પી.એસ સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી બી.એ.પી.એસના સ્વયંસેવકોએ અનેક લોકોના જીવ બચાવીને યોગ્ય સારવાર અર્થે સેવા આપી હતી અને બી.એ.પી.એસના સંતોએ તમામ પીડીતો માટે ભોજનની પણ ત્વરિત વ્યવસ્થા કરી હતી.
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘટના સ્થળે આવીને રાહત કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં બી.એ.પી.એસના સંતો અને કાર્યકરોએ બચાવ કામગીરી અને ભોજન વ્યવસ્થાની સારી સેવા આપી તે બદલ પ્રધાનમંત્રીએ બી.એ.પી.એસ સંસ્થાની આ સેવા ભાગીરથને વિશેષ બીરદાવી હતી.