મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By વૃશ્ચિકા ભાવસાર|
Last Modified: મંગળવાર, 1 નવેમ્બર 2022 (15:39 IST)

PM મોદીની મુલાકાત પહેલા મોરબી સિવિલ હોસ્પિટલની કાયાપલટ, વિપક્ષે કરી ટીકાઓ કરી

મોરબીમાં સિવિલ હોસ્પિટલની રાતોરાત કાયાપલટ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે તે પીડિતો સાથે મુલાકાત કરશે જેઓ પુલ પડ્યાની ભયાવહ દુર્ઘટનામાં બચી ગયા છે. હોસ્પિટલનુ આ રીતે રંગરોગાન કરવાની વિપક્ષી દળોએ આકરી ટીકા કરી છે.


મચ્છુ નદી પર બનેલા ઝુલતા પુલના પડી જવાની જીવલેણ ઘટના બાદ વડાપ્રધાન મંગળવારે મોરબીની મુલાકાત લેશે. 100થી વધારે ઈજાગ્રસ્ત લોકોની સારવાર ચાલી રહી છે અને તેમાંથી અમુક મોરબીના સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. હોસ્પિટલની દિવાલો અને છતના કેટલાક ભાગોને બીજીવાર રંગવામાં આવ્યા તેમજ નવા વોટર કુલર લગાવવામાં આવ્યા. બે વોર્ડમાં બેડની ચાદરો પણ બદલવામાં આવી, જ્યાં પુલ દુર્ઘટનામાં લગભગ 13 ઈજાગ્રસ્ત લોકો દાખલ છે. મોડી રાતે અમુક લોકો સમગ્ર પરિસરમાં કચરો વાળતા પણ જોવા મળ્યા. ટોચના સરકારી પદાધિકારીઓની મુલાકાત પહેલા સામાન્ય રીતે કરવામાં આવતી આ પ્રકારની કાયાપલટની ટીકા થઈ રહી છે. વિપક્ષી દળો કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ ભાજપ પર વડાપ્રધાનનુ 'ફોટોશૂટ' કરવા માટે 'ઈવેન્ટ મેનેજમેન્ટ'માં વ્યસ્ત હોવાનો આરોપ લગાવ્યો છે.