રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2022
Written By
Last Updated : રવિવાર, 10 એપ્રિલ 2022 (00:10 IST)

મુંબઈ Vs બેંગલુરુ LIVE: RCBએ 9 બોલ પહેલા સ્કોર ચેઝ કરી મેચ 7 વિકેટથી જીતી, MIની આ સતત ચોથી હાર

મુંબઈ Vs બેંગલુરુ
IPLમાં આજે દિવસની બીજી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 152 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 151 રન જ બનાવી શકી હતી. સૂર્યકુમાર યાદવ (68) સૌથી વધુ સ્કોરર રહ્યો હતો. આરસીબી તરફથી વનિંદુ હસરંગા અને હર્ષલ પટેલે 2-2 વિકેટ લીધી હતી. . જેના જવાબમાં RCBએ 9 બોલ પહેલા સ્કોર ચેઝ કરી મેચ 7 વિકેટથી જીતી લીધી છે. આ ટૂર્નામેન્ટમાં MIની આ સતત ચોથી હાર છે. આની સાથે ચેન્નઈ સુપર કિંગ્સ પણ વર્તમાન સિઝનમાં સતત ચાર મેચ હારી ગઈ છે. તે જ સમયે, RCBની આ સતત ત્રીજી જીત છે.
 
રાવત અને કોહલીએ રનનો વરસાદ કર્યો
અનુજ રાવત અને વિરાટ કોહલીએ બીજી વિકેટ માટે 80 રન જોડ્યા હતા. બંને ખેલાડીએ મુંબઈના બોલર્સની આકરી પરીક્ષા લીધી હતી. જોકે ત્યારપછી 17મી ઓવરના છેલ્લા બોલ પર અનુજ રાવત રનઆઉટ થઈને પેવેલિયન પરત ફર્યો અને આ ભાગીદારી તૂટી ગઈ.
 
મુંબઈએ તેની છઠ્ઠી વિકેટ માત્ર 79 રનમાં ગુમાવી દીધી હતી અને એવું લાગતું હતું કે ટીમ ભાગ્યે જ 100 રનનો આંકડો પાર કરી શકશે, પરંતુ સાતમી વિકેટ માટે સૂર્યકુમાર યાદવ અને જયદેવ ઉનડકટે MIને સન્માનજનક બેટિંગ પ્રદર્શન કરીને સ્કોર અપ કર્યો હતો. બંનેએ 41 બોલમાં અણનમ 72 રન જોડ્યા હતા. સૂર્યા 68 અને ઉનડકટ 13 રને અણનમ રહ્યા હતા.
 
ગત સિઝનમાં પર્પલ કેપ જીતનાર હર્ષલ પટેલ આ ટૂર્નામેન્ટમાં સતત બોલિંગ કરી રહ્યો છે. આ મેચમાં તેણે 23 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. પટેલે કેપ્ટન રોહિત શર્મા (26) અને રમનદીપ સિંહ (6)ને આઉટ કર્યા હતા.
 
સૂર્યાએ લાજ બચાવી
 
સતત પડતી વિકેટો વચ્ચે સૂર્યકુમાર યાદવે શાનદાર ઇનિંગ રમી. તેણે 31 બોલમાં સતત બીજી અડધી સદી પૂરી કરી. સૂર્યા 37 બોલમાં 68 રન બનાવીને અણનમ રહ્યો હતો. છેલ્લી મેચમાં પણ તેણે KKR સામે 36 બોલમાં 52 રન બનાવ્યા હતા. આઈપીએલમાં સૂર્યકુમારની આ 15મી અને આરસીબી સામે તેની બીજી અડધી સદી હતી.
 
 
વાનિન્દુ હસરંગાએ અદ્ભુત બોલિંગ કરતા 4 ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી. શ્રીલંકાના સ્પિનરે ડેવાલ્ડ બ્રેવિસ (8) અને કિરોન પોલાર્ડ (0)ને આઉટ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. વર્તમાન ટુર્નામેન્ટની 4 મેચમાં 8 વિકેટ લીધી છે.
 
મુંબઈએ 50ના સ્કોર પર પ્રથમ અને 62 રનના સ્કોર પર પાંચમી વિકેટ ગુમાવી હતી. રોહિત શર્મા 26 રન બનાવીને હર્ષલ પટેલે આઉટ થયો હતો. જ્યારે ઈશાન કિશન (26)ને આકાશ દીપે આઉટ કર્યો હતો. ડેવાલ્ડ બ્રેવિસ 8 રન પર હસરાંગાની બોલ પર એલબીડબ્લ્યુ આઉટ થયો હતો. તિલક વર્મા (0) મેક્સવેલ દ્વારા રન આઉટ થયો હતો, જ્યારે કિરોન પોલાર્ડ ખાતું ખોલ્યા વિના હસરાંગાની બોલ પર એલબીડબલ્યુ આઉટ થયો હતો.
 
પોલાર્ડ IPLમાં છઠ્ઠી વખત શૂન્ય પર આઉટ થયો હતો.
હસરંગાએ ટી20 ફોર્મેટમાં પોલાર્ડને ત્રીજી વખત આઉટ કર્યો.
રમનદીપ સિંહ 12 બોલમાં 6 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.