રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2022
Written By
Last Modified: મુંબઈ. , શુક્રવાર, 8 એપ્રિલ 2022 (00:08 IST)

IPL 2022: : લખનૌની ત્રીજી જીત, શૉની તોફાની ઇનિંગ્સ ગઈ બેકાર, ડી કોકે તેની બીજી અડધી સદી ફટકારી

લખનઉ સુપર જાયટંસ (Lucknow Super Giants)એ આઈપીએલ 2022 માં ત્રીજી જીત મેળવી. ટીમે ટુર્નામેન્ટઆ (IPL 2022)પોતાના ચોથા મુકાબલામાં દિલ્હી કૈપિટલ્સને  6 વિકેટે હરાવ્યુ. આ દિલ્હીની 3 મેચમાં બીજી હાર છે. મેચમાં  (LSG vs DC) દિલ્હીએ પ્રથમ બેટિંગ કરતા 3 વિકેટે 149 રન બનાવ્યા હતા. ઓપનર બેટ્સમેન પૃથ્વી શૉએ 61 રનની આક્રમક ઇનિંગ રમી હતી. જવાબમાં લખનૌએ 19.4 ઓવરમાં 4 વિકેટે લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ક્વિન્ટન ડી કોકે 80 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સાથે ટીમ પોઈન્ટ ટેબલમાં 6 પોઈન્ટ સાથે 5માથી બીજા નંબર પર પહોંચી ગઈ છે. KKRની ટીમ ટેબલમાં ટોપ પર છે. દિલ્હીની ટીમ સાતમા નંબર પર યથાવત છે.
 
લખનઉની ટીમે 150 રનનો ટાર્ગેટ ચેઝ કરવામાં શાનદાર શરૂઆત કરી હતી. આ દરમિયાન ઈનિંગની 5મી ઓવરમાં ક્વિંટન ડિકોકે એનરિક નોર્ત્યાની ઓવરમાં સતત 3 ચોગ્ગા ફટકાર્યા હતા. એટલું જ નહીં ત્યારપછી તેણે આ ઓવરમાં ડીપ સ્ક્વેર લેગ પર શાનદાર સિક્સ મારી હતી. ત્યારપછી ડિકોકે 52 બોલમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગા મારી 80 રનની મેચ વિનિંગ ઈનિંગ રમી હતી.