મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 27 ફેબ્રુઆરી 2023 (16:54 IST)

અમરેલી જિલ્લામાં ફરી આવ્યો ભૂકંપ, 1.7 ની તીવ્રતાનો આંચકો

earthquake
ગુજરાતમાં એક દિવસમાં બીજી વાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. અમરેલી જિલ્લામાં બપોર બાદ 3:45 મિનિટે આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ માસમાં ગુજરાતમાં ઘણા ભૂકંપના આંચકા અનુભવાયા છે. અમરેલીમાં  1.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાંભા પંથક નોંધાયું હતું.  
 
ગઈકાલે મોડી રાત્રે પણ અમરેલીમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેની તીવ્રતા રીક્ટર સ્કેલ પર 3.3ની નોંધાઈ હતી. રાત્રે 1.42 વાગ્યે આ ભૂકંપ આવ્યો હોવાની માહિતી મળી રહી છે.  ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 45 કિમી દુર નોંધાયું હતું.
 
ભૂકંપ કેમ અનુભાયા છે?
ભૂસ્તરોમાં ભંગાણ થવાથી ભૂકંપના આંચકાઓ અનુભવાય છે. આ આંચકા જવાળામુખીના કારણે, ભૂસ્ખલનના કારણે, ખાણમાં ખોદકામ માટેના વિસ્ફોટો પણ ભૂકંપ લાવવા પાછળ જવાબદાર કારનો છે. ભૂકંપ જયાંથી પેદા થયો તે ભંગાણના બિંદુને તેનું કેન્દ્રબિંદુ કહેવામાં આવે છે.