બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 1 સપ્ટેમ્બર 2021 (12:43 IST)

માંગરોળમાં 8 કલાકમાં 9 ઈંચ અને માળિયાહાટીનામાં 6.5 ઇંચ વરસાદ, નદીમાં ઘોડાપૂર

ગુજરાતમાં રવિવારથી સૌરષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદનો દૌર ચાલી રહ્યો છે. પરંતુ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા અને વાપી શહેરમાં વરસાદે લોકો માટે આફત ઉભી કરી દીધી છે. ઉમરગામમાં ૧૦ કલાકમાં ૧૧ ઇંચ અને વાપીમાં 8 કલાકમાં ૬ ઇંચ વરસાદના લીધે પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. રાહત અને બચાવ કાર્ય માટે ટીમો બંને શહેરમાં પહોંચી ગઇ છે. 
 
માંગરોળમાં 127 મિમી (9 ઇંચ) અને માળિયાહાટીનામાં 162 મિમી (6.5 ઇંચ) વરસાદ વરસ્‍યો છે, જ્યારે બાકીના સાત તાલુકામાં એકથી ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે.
 
છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. રાજ્યના 228 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામમાં 12 ઇંચ ખાબક્યો છે. વલસાડના વાપી માં આઠ ઇંચ , જૂનાગઢના માંગરોળમાં પાંચ ઇંચ કરતાં વધુ અને વિસાવદરમાં ૪ ઇંચ કરતાં વધુ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૪ તાલુકામાં ૩ ઇંચ કરતા વધારે વરસાદ સરકારે ચોપડે નોંધાયો છે. રાજ્યના 31 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો જ્યારે રાજ્યના ૭૬ તાલુકામાં ૧ ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. 
 
ઉમરગામમાં ૧૧ ઇંચ વરસાદ થતાં ઘણા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. તેનાથી લોકોને ખૂબ આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. નિચલા વિસ્તારોમાં મકાનો-દુકાનોમાં પાણી ભરાઇ ગયા છે. ઘણા વિસ્તારોમાં સ્થિતિ ખરાબ થઇ ગઇછે. બચાવ અને રાહત કાર્યોના નિર્દેશ આપવાની સાથે જ કલેક્ટર શ્રીપા આગરે પોતાની ટીમ સાથે ઉમરગામ પહોંચ્યા હતા. 
 
જોકે વરસાદના ત્રીજા રાઉન્ડથી લોકોમાં ખુશીનો માહોલ છે, કારણ કે આ વખતે રાજ્યમાં 35 વર્ષનો સૌથી વધુ વરસાદ થયો છે. હવામાન વિભાગે આગામી ચાર-પાંચ સુધી રાજ્યમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી. તેથી ખેડૂતોના ચહેરા પર ખુશી લહેર જોવા મળી રહી છે.