ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: વડોદરા , શુક્રવાર, 23 ઑગસ્ટ 2019 (09:40 IST)

આયુષ્માન ખુરાનાએ વડોદરામાં કોલેજના વિદ્યાર્થીઓ સાથે દહી-હાંડી ફોડીને ઉજવ્યો જન્માષ્ટમીનો તહેવાર

: રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા આયુષ્માન ખુરાના હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’ સાથે ખૂબ સમાચારોમાં છવાયેલા રહે છે અને દર્શકો વચ્ચે છવાયેલા છે. તાજેતરમાં જ ગુજરાતના વડોદરા શહેરની મુલાકાત લીધી હતી જ્યાં અભિનેતાએ એક કોલેજમાં પોતાના યુવા પ્રશંસકો સાથે મુલાકાત કરી અને ‘જય શ્રી કૃષ્ણ’ સાથે અભિવાદન કર્યા બાદ તેમની સાથે જન્માષ્ટમીનો તહેવાર સેલિબ્રેટ કર્યો હતો.  
આયુષ્માન ખુરાનાને પોતાની વચ્ચે જોઇને વિદ્યાર્થીઓનો ઉત્સાહ ચરમસીમા પર જોવા મળી રહ્યો હતો. દરેક આયુષ્માન ખુરાનાની આગામી ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’ ને લઇને ઉત્સાહિત જોવા મળી રહ્યા હતા. ત્યાં હાજર ઘણા વિદ્યાર્થીઓ ફિલ્મન પોસ્ટરની માફક અહીં પીળી કોટનની સાડીમાં અભિનેતાને સપોર્ટ કરતા જોવા મળ્યા હતા.
 
આ ખાસ અવસર પર અભિનેતાએ ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’ના સુપરહિટ સોંગ ‘’રાધે રાધે’’ પર વિદ્યાર્થીઓ સાથે ડાન્સ કરી દહીં-હાંડી ફોડીને જન્માષ્ટમીનો તહેવાર ઉજવ્યો હતો. 
 
‘ડ્રીમ ગર્લ’ માં આયુષ્માન ખુરાના એક એવું પાત્ર ભજવી રહ્યા છે જે છોકરો હોવા છતાં છોકરીના અવાજમાં લોકો સાથે વાત કરે છે અને કેવી રીતે તે લોકોની ડ્રીમ ગર્લ બની જાય છે આ તો 13 સપ્ટેમ્બરના રોજ જ ખબર પડશે. 
 
અભિનેતા આયુષ્માન ખુરાનાએ પોતાની આગામી ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’ના રસપ્રદ કંટેંટ અને એક રસપ્રદ વિષય સાથે દર્શકોને જિજ્ઞાસુ કરી દીધા છે. આયુષ્માન પ્રતિભા અને હુનરનું પાવરહાઉસ છે અને તેમની બેક ટુ બેક છઠ્ઠી હિટ સાથે ગત ટ્રેક રેકોર્ડમાં સ્પષ્ટ જોઇ શકાય છે. જેમાં તાજેતરમાં જ રિલીજ થયેલી ‘આર્ટિકલ 15’ પણ સામેલ છે. 
 
અન્નૂ કપૂર, વિજય રાજ, મનજોત સિંહ, નિધિ બિષ્ટ, રાજેશ શર્મા, અભિષેક બેનર્જી અને રાજ ભણસાલી જેવા ઉમદા કલાકારોની ટોળી સાથે ડ્રીમ ગર્લ રાજ શાંડિલ્ય દ્વારા નિર્દેશિત છે અને શોભા કપૂર, એકતા કપૂરની બાલાજી ટેલીફિલ્મ્સ દ્વારા નિર્મિત છે. ‘’ડીમ ગર્લ’’ 13 સપ્ટેમ્બર 2019ના રોજ રિલીજ થવા માટે તૈયાર છે. 
====
ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ પાયરેટસને સકંજામાં લેવા સજજ
 
અમદાવાદ:જે ટીમનો કોચ તરીકે ખુદ પીકેએલ વિજેતા મનપ્રીત સિંઘ હોય તો તે ટીમને ક્યારેય પ્રેરણાનો અભાવ વર્તાય નહી. સંજોગવશાત થોડીક મેચ ગુમાવ્યા પછી ગુજરાત ફોરચ્યુન જાયન્ટસની ટીમ હજુ જુસ્સામાં છે. યુવાન અને ગતિશીલ સુનિલ કુમારની આગેવાની હેઠળ ટીમ વીવો  પ્રો કબડ્ડી લીગની સિઝન -7માં ગુજરાત ફોરચ્યુન જાયન્ટસની ટીમ બાજી પલટવા માટે સજજ બની છે.
 
ગયા મહીને તા. 16 ઓગસ્ટના રોજ જાયન્ટસની ટીમ એકા અરેના બાય ટ્રાન્સ સ્ટેડીયા ખાતે છેલ્લી મેટ રમી હતી. હવે એક નાના ઈન્ટરવલ પછી  ટીમ મેટ ઉપર  પાછી ફરી છે. હવે તે શુક્રવાર તા. 23 ઓગસ્ટના રોજ જવાહરલાલ નહેરૂ સ્ટેડીયમ, ચેન્નાઈ ખાતે  ભૂતપૂર્વ ચેમ્પિયન્સ પટના પાયરેટસ સામે ટકકર લેશે.
 
કોચ મનપ્રીત સિંઘ અને નીર ગુલીયાના  માર્ગદર્શન  હેઠળ રમતી ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ એક સખત પરિશ્રમ કરતી ટીમ છે. કમનસીબે આ યુવા ટીમ મેચની છેલ્લી મિનીટોમાં પોતાના ધૈર્ય ઉપર કાબુ રાખી શકી નહી અને મેચ ગુમાવવી પડી હતી. ટીમ મેનેજમેન્ટ માટે એડવાન્સ્ડ ટેકલ માટે જવુ તે અને પોઈન્ટ આપવાની મુખ્ય સમસ્યા છે.
 
એડવાન્સ્ડ ટેકલને જાયન્ટસને મોંઘી પડી હોવાનો ઉલ્લેખ કરતાં કોચ મનપ્રીત સિંઘ જણાવે છે કે " અમે  અમારા ધૈર્યને કાબુમાં રાખી શક્યા નહી અને આકરી સ્પર્ધામાં  મેચ જીતી શકાય તેવી સ્થિતિમાં હોવા છતાં અમે મોટા માર્જીનથી મેચ ગુમાવી નથી. જાયન્ટસના ખેલાડીઓ અનુભવી છે અને અગાઉ ઘણીવાર મેદાનમાં નવા જોમ સાથે પાછા ફર્યા છે. અમે હવે અમારી ભૂલોનુ પુનરાવર્તન નહી કરીએ. "
 
જાયન્ટસના કોચ મનપ્રીત સિંઘનુ માનવુ છે કે લડત આસાન નથી, પણ જાયન્ટસ માટે સારા સમાચાર એ છે કે પાયરેટસ પણ ટકી રહેવા માટે ભારે સંઘર્ષ કરી રહ્યા છે.  તે પણ તેમના ઉત્તમ ફોર્મમાં નથી.  તેમણે 8 માંથી માત્ર 3 મેચ જીતી છે. આ ઉપરાંત જાયન્ટસ સામેની મેચ પટના માટે બીજી વખતની મેચ છે. અમારી સાથે રમતાં પહેલાં તેમણે તા. 22 ઓગસ્ટના રોજ બેંગાલ વોરિયર્સ સામે રમવાનુ છે.
 
ચેન્નાઈમાં રમાનાર મેચની પૂર્વ સંધ્યાએ ગુજરાત ફોરચ્યુન જાયન્ટસના કોચ મનપ્રીત સિંઘ જણાવે છે કે " એ વાત સાચી છે કે પટના સારી રીતે રમી રહ્યુ નથી.  પરંતુ  કબડ્ડીમાં  એક ગેમ સમગ્ર ચિત્ર બદલી નાખતી હોય છે. પટનના સામે અમને ફાયદો એ છે કે અમારો સામનો કરવો પડે તે પહેલાં તેમણે બેંગોલ સામે રમવુ પડશે. અમને તેમની નબળી કડીઓ જાણવામાં સહાય થશે. પ્રદીપ નરવાલ ખૂબ મહત્વના ખેલાડી પૂરવાર થશે. જો અમે તેમને બેંચ ઉપર રાખી શકીએ તો બાજી જીતી શકાય તેમ છે. સાથે સાથે અમે અન્ય 6 ખેલાડીને પણ ઓછા આંકતા નથી. અમે તેમના માટે પણ પ્લાન તૈયાર કર્યો છે. મને વિશ્વાસ છે કે અમે પુનરાગમન કરીશું  "