મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 18 નવેમ્બર 2021 (12:55 IST)

લખનઉ કોર્ટે ડાન્સર સપના ચૌધરી વિરુદ્ધ જારી કર્યું Arrest Warrant

સપના ચૌધરી મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. લખનૌની એક કોર્ટે તેની સામે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. જો કે આ મામલે અભિનેત્રી તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
 
સપના ચૌધરી પર શૉ કેન્સલ કરવાનો અને દર્શકોના પૈસા પરત ન કરવાનો આરોપ છે. આ કેસમાં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શાંતનુ ત્યાગીએ સપના ચૌધરી વિરુદ્ધ એરેસ્ટ વોરંટ જારી કર્યું છે અને પોલીસને આગામી સુનાવણીમાં તેમને કોર્ટમાં હાજર કરવાનો આદેશ આપ્યો છે.
 
એક કાર્યક્રમ કેન્સલ કરવા અને ટિકિટ ખરીદનારાઓના પૈસા ન આપવા બદલ સપના (Sapna Choudhary) વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, આ કેસની સુનાવણી 22 નવેમ્બરે થશે.