મંગળવાર, 5 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 4 ફેબ્રુઆરી 2022 (11:55 IST)

Jaya Bachchan tests Covid Positive: જયા બચ્ચનને પણ થયો કોરોના, ધર્મેન્દ્ર સાથે ચાલી રહેલ આ ફિલ્મનુ શૂટિંગ રોકાયુ

Jaya Bachchan tests Covid positive: બચ્ચન પરિવાર એકવાર ફરી કોરોનાનો સામનો કરી રહ્યુ છે. તાજા સમાચાર એ છે કે જયા બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. (Jaya Bachchan tests Covid positive) આવ્યા છે.  Jaya Bachchanના કોરોના સંક્રમિત થયા બાદ કરણ જોહરની આગામી ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમકહાની'(Rocky Aur Rani Ki Prem Kahani)નું શૂટિંગ રોકી દેવામાં આવ્યું છે. આ ફિલ્મમાં જય બચ્ચનની સાથે શબાના આઝમી અને ધર્મેન્દ્ર પણ મહત્વના રોલમાં છે. બે દિવસ પહેલા શબાનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, વર્ષ 2022માં કોરોના મહામારીના પ્રથમ મોજામાં જયા બચ્ચન, અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન સિવાય પરિવારના તમામ સભ્યો કોવિડ પોઝિટિવ આવ્યા હતા.
 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રોકી અને રાનીની લવસ્ટોરીનું શૂટિંગ શેડ્યૂલ 2 ફેબ્રુઆરીથી શરૂ થઈને 14 ફેબ્રુઆરીએ પૂરું થવાનું હતું. પહેલા શબાના આઝમી અને હવે જયા બચ્ચન કોરોના થયા બાદ હવે કરણે શેડ્યુલ કેન્સલ કરી દીધું છે. તે બાકીના કલાકારો અને ક્રૂ સાથે કોઈ જોખમ લેવા માંગતો નથી.