બુધવાર, 30 નવેમ્બર 2022
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated: સોમવાર, 3 જૂન 2019 (14:48 IST)

GQ Award 2019 - ફેશનમાં સોનમ કપૂરને માત આપી ગઈ કેટરીના કેફ, જુઓ રેડ લુકની તસ્વીર

બોલીવુડની ફેશન દિવાએ તાજેતરમાં જ થયેલ  GQ 100 બેસ્ટ ડ્રેસ્ડ 2019માં પોતાની મનમોહક અદાઓ અને ગઝબના સ્ટાઈલથી જલવા વિખેર્યા. આ સમારંભમાં કેટરીના કેફથી લઈને સોનમ કપૂર અને વેબ સેંસેશન સોભિતા ધુલિપાલાએ એકથી એક ચઢિયાતા સ્ટાઈલિશ ડ્રેસમાં  હાજરી આપીને એવોર્ડ સેરેમનીને ચાર ચાંદ લગાવી દીધા.  કલાકારોની ચમચમાતી ફેશનેબલ મહેફિલમાં સેક્વિન જંપસૂટથી લઈને ડિઝાઈનર પૈટ્સૂટ પણ જોવા મળ્યા. 
GA 100 બેસ્ટ ડ્રેસ્ડ 2019 એવોર્ડ સેરેમનીમાં સાન્યા મલહોત્રા, સાશે દ્વારા ડિઝાઈન કરવામાં આવેલ સ્ટ્રેપલેસ ડ્રેસમાં જોવા મળી. લુકને સિલ્વર એંકલ સ્ટ્રેપ સૈડલ સાથે અક્સેસરાઈઝ કરવામાં આવ્યુ હતુ. મિનિમલ મેકઅપ અને કર્લી હેયર સ્ટાઈલમાં સાન્યાએ લોકોને ખૂબ આકર્ષિત કર્યા. 
વાત કાન ફેસ્ટિવલની હોય કે પછી જીક્યુ રેડ કારપેટની. હુમા કુરૈશી સતત પોતાના ડ્રેસિંગ સેંસથી ઈપ્રેસ કરી રહી છે. સેક્વિન જંપસૂત અને હાઈ પોનીટેલમાં હુમાનો અંદાજ જોવા લાયક છે. જંપસૂત  Alexander Terekhov એ ડિઝાઈન કર્યો હતો. અને લુકને  Mohit Rai એ સ્ટાઈક કર્યુ.  લુકના સિંપલ અને અટ્રેક્ટિવ રાખતા મિનિમલ મેકઅપ કરવામાં આવ્યો હતો અને એક્સેસરીનો ઉપયોગ નહોતો કર્યો. 
વેબ સેક્શન અને અમેજન વેબ સીરિઝ મેડ ઈન હેવન ફેમ સોભિતા ઘુલિપાલાના ડ્રેસિંગે વધુ આકર્ષિત ન કર્યા.  બ્લેક પૈટ સુટ અને રેડ લિપસ્ટિકમાં સોભિતા એટલુ સારુ ન કરી શકી જેટલી તેની પાસેથી આશા હતી. 
ફિટનેસ ફ્રિક અને સ્ટાઈલ ડીવા કટરીના કૈફ નિખિલ થંપીના ડિઝાઈનર સૂટમાં કહેર વરસાવી રહી હતી. કમર પાસે સ્લિટ સ્ટાઈલ લુકને ખૂબ યુનિક લાગ્યુ. ઓપન હેયર સ્ટાઈલ, સ્મોકી આઈલાઈનર સાથે લુકને ભાવના શર્માએ સ્ટાઈલ કર્યુ. 
બોલીવુડની મસકલી સોનમ કપૂર પતિ આનંદ આહુજા સંગ ખૂબ જ કાસુઅલ લુકમાં જોવા મળી. ફૈટે કોરલ પૈટ સૂટ અને સ્પોર્ટે શુઝમાં સોનમ પોતાના રેગુલર લુકથી ખૂબ અલગ જોવા મળી. સૂટ પર ડિફરેંટ બેલ્ટ, મિનિમલ મેકઅપ, ડિસેંટ એક્સેસરી અને બનમાં સોનમ કપૂર ખૂબ સુંદર દેખાય રહી હતી.