ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 16 જાન્યુઆરી 2023 (18:26 IST)

RRR ફિલ્મને બીજો મોટો ઍવૉર્ડ મળ્યો, ‘નાટૂ નાટૂ’ બન્યું સર્વશ્રેષ્ઠ ગીત

natu natu
ગોલ્ડન ગ્લોબ ઍવૉર્ડ બાદ તેલુગુ ફિલ્મ ‘આરઆરઆર’ને હવે ક્રિટિક્સ ચોઈસ ઍવૉર્ડ 2023માં શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મનો ઍવૉર્ડ મળ્યો છે.
 
સાથે જ ફિલ્મના ‘નાટૂ-નાટૂ’ ગીતને પણ બેસ્ટ ઓરિજિનલ ગીતનો ઍવૉર્ડ મળ્યો છે.
 
ક્રિટિક્સ ચોઇસ ઍવૉર્ડ્સના ટ્વિટર હૅન્ડલ પર તેની માહિતી આપવામાં આવી છે.
 
લખવામાં આવ્યું છે કે, “આરઆરઆર ફિલ્મના કાસ્ટ અને ક્રૂને ખૂબ શુભેચ્છા- ફિલ્મે શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મ માટે ક્રિટિક્સ ચોઇસ ઍવૉર્ડ જીત્યો છે.”
 
જુનિયર એનટીઆર, રામચરણ અને આલિયા ભટ્ટ અભિનીત ફિલ્મના ‘નાટૂ-નાટૂ’ ગીતે બેસ્ટ ઓરિજિનલ ગીતનો ક્રિટિક્સ ચોઇસ ઍવૉર્ડસ પણ પોતાના નામે કર્યો છે.
 
આરઆરઆર ફિલ્મના ટ્વિટર હૅન્ડલ પરથી આ માહિતી આપવામાં આવી છે કેફિલ્મના ‘નાટૂ-નાટૂ’ ગીતને પણ ઍવૉર્ડ મળ્યો છે. 
 
ટ્વીટર પર લખવામાં આવ્યું છે કે, “ફરી એક વાર ‘નાટૂ-નાટૂ’...ખૂબ જ આનંદ સાથે અમે આ માહિતી આપી રહ્યા છે કે, ક્રિટિક્સ ચોઈસ ઍવૉર્ડ્સ 2023માં નાટૂ-નાટૂને બેસ્ટ ગીતનો ઍવૉર્ડ મળ્યો છે.”
 
‘ક્રિટિક્સ ચોઇસ મૂવી ઍવૉર્ડસ’ એ અમેરિકન-કૅનેડિયન ક્રિટિક્સ ચોઇસ ઍસોસિયેશન (સીસીએ) દ્વારા આયોજિત વાર્ષિક ઍવૉર્ડ શો છે, જે સિનેમાની દુનિયામાં વર્ષનું શ્રેષ્ઠ પર્ફોર્મન્સ, ફિલ્મ, સંગીત અને નવી સિદ્ધિઓને સન્માનિત કરે છે.
 
ગયા અઠવાડિયે ફિલ્મના ‘નાટૂ-નાટૂ’ ગીતને ગોલ્ડન ગ્લોબમાં બેસ્ટ ઓરિજિનલ ગીતનો ઍવોર્ડ મળ્યો હતો.