રાજ કુંદ્રાની ધરપકડ પછી શિલ્પા શેટ્ટીની પ્રથમ પોસ્ટ, લખ્યુ - ભવિષ્યમાં પડકારો માટે તૈયાર

shilpa shetty
Last Modified શુક્રવાર, 23 જુલાઈ 2021 (14:04 IST)
બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) ના પતિ રાજ કુંદ્રા (Raj kundra) ને 19 જુલાઈના રોજ પૉર્નોગ્રાફી મામલે
(Pornography Case) મુંબઈની ક્રાઈમ બ્રાંચે ધરપકદ કરી છે. જેના પર શિલ્પા શેટ્ટીએ અત્યાર સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. જો કે હવે અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેયર કરી છે. રાજ કુંદ્રાની ધરપકડ પછી તેની આ પહેલી પોસ્ટ છે.


shilpa shetty

શિલ્પા શેટ્ટીએ પોતાના ઈસ્ટાગ્રામ એકાઉંટની સ્ટોરીમાં કોઈ પુસ્તકનુ એક પેજ શેયર કર્યુ છે. જેના પર શરૂઆતમાં અમેરિકન ઑથર જેમ્સ થર્બરનો એક કોટ લખ્યુ છે.. ગુસ્સામાં પાછળ વળીને ન જુઓ કે ડરમાં આગળ ન જુઓ. પણ જાગૃતતામાં ચારે તરફ જુઓ. શિલ્પા શેટ્ટીની પોસ્ટમાં આગળ લખ્યુ, અમે એ લોકો પર ગુસ્સો કરીએ છીએ જેમણે આપણને દુખી કર્યા છે. જે નિરાશાઓ આપણે અનુભવી છે, જે દુર્ભાગ્ય આપણે સહન કર્યુ છે. આપણે એ આશંકાના ભયમાં રહીએ છીએ કે આપણે આપણી નોકરી ગુમાવી શકીએ છીએ, કોઈ બીમારીનો શિકાર થઈ શકીએ છીએ કે કોઈ સગાના મોતથી દુખી થઈ શકીએ છીએ. આપણને જે સ્થાન પર રહેવાની જરૂર છે એ આ જ છે.
હાલ જે થઈ રહ્યુ છે કે શુ થઈ શકે છે, તેને ઉત્સુકતાથી નથી જોઈ રહ્યા પણ સંપૂર્ણ રીતે જાગૃત છીએ કે શુ છે.

શિલ્પા શેટ્ટીની પોસ્ટમાં આગળ લખ્યુ છે 'હું ઊંડો શ્વાસ લઉ છુ, અને જાણીને ખુશી થાય છે કે હુ જીવુ છુ. મેં ભૂતકાળમાં પડકારોનો સામનો કરી ચુક્યો છુ અને ભવિષ્યમાં પડકારોનો સામનો કરીશ. આજે મને મારુ જીવન જીવવાથી વિચલિત થવાની જરૂર નથી. '
આ પોસ્ટથી સમજી શકાય છે કે શિલ્પા શેટ્ટીએ આ દિવસોમાં પોતાની પરિસ્થિતિઓ વિશે જણાવ્યું છે. જોકે, શિલ્પા શેટ્ટીએ તેના પતિ રાજ કુંદ્રાના અશ્લીલ મામલા વિશે કંઇ કહ્યું નથી. પરંતુ તે જીવનમાં પડકારોનો સામનો કરવા માટે ચોક્કસપણે તૈયાર છે. હાલમાં મુંબઈ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને તેમને અભિનેત્રી વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી.


આ પણ વાંચો :