રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 14 જૂન 2018 (17:43 IST)

PHOTOS: કરણ જોહરની સ્ટુડેંટ એ કરાવ્યુ Photoshoot, અનન્યા પાંડેનો દિલકશ અંદાજ

કરણ જોહરની અપકમિંગ ફિલ્મ સ્ટુડેંટ ઓફ ધ ઈયર 2 દ્વારા બોલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહેલી ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડેએ તાજેતરમાં એક નવો ફોટોશૂટ કરાવ્યો છે. જેમા તે મનીષ મલ્હોત્રાના ડિઝાઈનર લહેંગામા જોવા મળશે.  ક્રીમ કલરના આ લહેંગામાં અનન્યા ખૂબ જ સુંદર લાગી રહી છે. માત્ર 19 વર્ષની વયમાં પણ તેની સુંદરતા જોવાલાયક છે. 
સ્ટુડેંટ ઓફ ધ ઈયરની વાત કરીએ તો ફિલ્મમાં ટાઈગર શ્રોફ, તારા સુતારિયા અને અનન્યા પાંડે લીડ રોલમાં છે.  અનન્યા અને તારા બંનેની આ ડેબ્યૂ ફિલ્મ છે.  જાણવા મળ્યુ છે કે આ ફિલ્મમાં વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રા કૈમિયો કરશે. પણ અત્યાર સુધી આ અંગે કોઈ પાક્કી માહિતી નથી. 
અનન્યા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને પોતાની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેયર કરતી રહે છે.  એકવાર અનન્યાની એક ફોટો પર ફરાહ ખાને કમેંટ કરીને કહ્યુ હતુ કે તુ તારો ડીએનએ ટેસ્ટ કરાવી લે. 
ફરાહના આ કમેંટ પર ચંકીએ પોતાની વાત મુકતા કહ્યુ હતુ, ફરાહ મારી સારી મિત્ર છે અને અમે બંને આ પ્રકારની મજાક કરતા રહીએ છીએ. હુ તેમના કહેવાનો મતલબ જાણુ છુ. તેમનુ કહેવુ હતુ કે અનન્યા ખૂબસૂરત છે.  હુ તેને કૉમ્પલિમેંટના રૂપમાં લઈશ. 
 
19 વર્ષની અનન્યા શાહરૂખની પુત્રી સુહાનાની ખાસ મિત્ર છે. બંને અવારનવાર એકસાથે પાર્ટીઝમાં જોવા મળે છે.  તેમના ઈંસ્ટાગ્રામ એકાઉંટ પર પણ એકબીજાની ફોટોઝ છે.  સંજય કપૂરની પુત્રી શનાયા કપૂર પણ તેમના ગ્રુપમાં છે.  હાલ અનન્યા સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર યાસ્મીન કરાચીવાલાના અંડરમાં ટ્રેનિંગ લઈ રહી છે. તેણે મુંબઈમાં એક ડાંસ ક્લાસ પણ જોઈન કર્યો છે.  હવે જોવાનુ એ છે કે 9 વર્ષ મોટા ટાઈગર સાથે અનન્યાની જોડી શુ કમાલ કરે છે.