શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. વ્યાપાર
  3. બજેટ 2025
Written By
Last Updated : સોમવાર, 20 જાન્યુઆરી 2025 (16:54 IST)

Budget 2025 - તમે જાણો છો 'બજેટ ' શબ્દ ક્યાથી આવ્યો ? તેની શરૂઆત કેવી રીતે થઈ ?

બજેટ શબ્દનો જન્મ ફ્રેંચ ભાષાનો શબ્દ 'બૂજેત'થી થયો, જેનો અર્થ છે 'ચામડાની થેલી'. સામાન્ય રીતે સરકાર સિવાય ઘર-પરિવારમાં પણ બજેટ શબ્દનો પ્રયોગ વારંવાર થાય છે, પણ કદાચ ખૂબ જ ઓછા લોકોને ખબર છે કે સરકારની વાર્ષિક આવક-જાવકની વિગતને માટે 'બજેટ' શબ્દની શરૂઆત ક્યારે થઈ ?
 
'બજેટ' શબ્દના પ્રચલનની પાછળ એક મજેદાર કિસ્સો છે, જે ઈગ્લેંડના પૂર્વ નાણામંત્રી સર રોબર્ટ વાલપોલ સાથે સંકળાયેલો છે. આ ઘટના સન 1733ની છે. બ્રિટિશ નાણાકીય મંત્રી સર રોબર્ટ વાલપોને પોતાના નાણાકીય પ્રસ્તાવોને લગતા કાગળો સંસદની સામે રજૂ કરવા માટે એક 'ચામડાનો થેલો ' ખોલ્યો.
 
આના થોડા જ દિવસો પછી નાણામંત્રી રોબર્ટ વોલપોલની મજાક ઉડાવવા 'બજેટ ખુલી ગયુ' નામનુ એક પુસ્તક રજૂ કરવામાં આવ્યુ. બસ, એ જ સમયથી સરકારની વાર્ષિક આવક-ખર્ચના વિગતને માટે 'બજેટ' શબ્દનો પ્રયોગ થવા લાગ્યો. ધીરે ધીરે આ શબ્દ બ્રિટનના સર્વત્ર ફેલાઈ ગયો.