શનિવાર, 30 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ચંદ્રયાન-3
Written By
Last Updated : બુધવાર, 23 ઑગસ્ટ 2023 (15:31 IST)

Chandrayaan-3 First Image - ચંદ્રયાન-3એ ચંદ્રની પહેલી તસવીર મોકલી

chandrayaan 3
Chandrayaan-3 First Image - ભારતનું મૂન મિશન એટલે કે ચંદ્રયાન 3 ચંદ્રની આર્બિટમાં દાખલ થઈ ગયું છે. શનિવારે સાંજે તેણે આ પડાવ સફળતા પૂર્વક સર કર્યો હતો.  ત્યાર બાદ હવે ઇસરોએ ચદ્રનો પહેલી તસવીર અને વિડીયો શેર કર્યો છે. હવે અપેક્ષિત છે કે ચંદ્રયાન 3 આ મહિનાની 23 તારીખ સુધી ચંદ્રના પૃષ્ઠભાગ પર સોફ્ટ લેન્ડિગ કરશે.
 
ચંદ્રયાન મિશન શનિવારે ચંદ્રની કક્ષામાં પહોંચ્યું હતું. આ દરમિયાન ચંદ્રની નજીક ચક્કર લગાવતી વખતે અવકાશયાનમાં લાગેલા કેમેરાએ ચંદ્રનો વીડિયો બનાવ્યો છે. વીડિયોમાં ચમકતો ચંદ્ર જોઈ શકાય છે. વિડીયોમાં અવકાશયાનમાં ફીટ કરાયેલી સોલાર પેનલ પણ દેખાઈ રહી છે. ISROએ ટ્વિટર પર ચંદ્રની આ પ્રથમ ઝલક શેર કરી છે.
 
1 ઓગષ્ટના રોજ રાત્રે 12 વાગ્યાની આસપાસ ચંદ્રયાન-3 પૃથ્વીની કક્ષાથી ચંદ્રની દિશામાં મોકલવામાં આવ્યું છે. જે ટ્રાન્સલૂનર ઇન્જેક્શન તરીકે ઓળખાય છે. આ અગાઉ ચંદ્રયાન લંબવર્તુળાકાર કક્ષમાં ફરી રહ્યું હતું. હવે તે 23મી ઓગષ્ટના રોજ ચંદ્ર પર ઉતરશે.
 
ચંદ્રયાન-3માં લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યાલ છે. લેન્ડર અને રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે અને ત્યાં 14 દિવસ પ્રયોગ કરશે. પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રની કક્ષામાં રહીને પૃથ્વી પરથી આવનારા રેડિએશનનો અભ્યાસ કરશે. આ અભિયાન હેઠળ ઇસરો ચંદ્રના પૃષ્ઠભાગ પર ભૂકંપ કંઇ રીતે થાય છે તે શોધી કાઢશે. અને ચંદ્રની માહિતી મેળવશે.