રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: શુક્રવાર, 11 સપ્ટેમ્બર 2020 (09:26 IST)

ICMRના સીરો સર્વેમાં મોટો ખુલાસો - મે સુધીમાં દેશમાં 64 લાખ લોકો થયા હતા કોરોનાથી સંક્રમિત

દેશમાં કોરોના સંકટ એક મોટું સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે અને ભારતમાં 45 લાખ 50 હજારથી વધુ કોરોના ચેપના કેસ નોંધાયા છે. આ રોગને કારણે દેશમાં 76 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. દરમિયાન, એક એવી આકૃતિ બહાર આવી છે જે તમને આશ્ચર્યચકિત કરી દેશે.
 
મે સુધીમાં, 64 લાખ લોકો થઈ ચુક્યા છે  કોરોનાથી સંક્રમિત ! 
 
ICMRએ થોડા દિવસો પહેલા નેશનલ સીરોલોજિકલ સર્વે કર્યો હતો, જેનાં પરિણામો બહાર આવ્યાં છે. આ ચોંકાવનારી વાત છે કે મે મહિનાની શરૂઆતમાં, 64 લાખ (64,68,388) લોકો કોરોના વાયરસના સંપર્કમાં આવ્યા છે. ટકાવારીમાં જોઈએ તો  0.73 ટકા વયસ્કો કોરોનાથી સંક્રમિત થવાની વાત છે. 
 
જો આને બીજા શબ્દોમાં કહીએ તો સીરો સર્વે અનુસાર આરટી-પીસીઆરથી એક કન્ફર્મ પોઝિટિવ કેસ સામે આવી રહ્યો હતો ત્યારે 82થી લઈને 130 કોરોનાના કેસ સામે આવી રહ્યા હતા.
 
લોકડાઉન દરમિયાનના છે આંકડા
 
સીરો સર્વે અનુસાર જે જગ્યાઓ પર કોરોનાના કેસ એ સમયે સામે ન આવ્યા તેની પાછળનું કારણ એ છે કે એ વિસ્તારમાં ટેસ્ટિંગની સુવિધા ન હતી અને ત્યાં કોરોનાના ટેસ્ટ મોટી સંખ્યામાં ન થયા. ઉપરાં જ્યારે આ સર્વે કરાવવામાં આવ્યો તો તે સમયે દેશમાં લોકડાઉન પણ હતું.
 
ક્યારે થયો સર્વે  
 
આ સર્વે 11 મેથી 4 જૂન દરમિયાન કરવામાં આવ્યો હતો અને તેમાં 28,000 લોકોને કવર કરવામાં આવ્યા હતા જેમના બ્લડ સેમ્પલમાં એન્ટિબોડીઝ મળી જે કોવિડ કવચ એલીસા કિતના યુઝથી આવે છે. આ સર્વેક્ષણમાં 18 વર્ષથી વધુ વયના પુખ્ત વયના લોકોના નમૂના લેવામાં આવ્યા છે. સર્વેક્ષણનુ સૈપલ સાઈઝ  28,000 હતુ.
 
કેટલા રાજ્યોમાં કર્યો સર્વે 
 
દેશના 21 રાજ્યોના 70 જિલ્લાઓમાં જઈને 700 ગામો અથવા વોર્ડમાં આ રાષ્ટ્રીય સીરોલોજીકલ સર્વે કરવામાં આવ્યો હતો. તેમાંથી 181 એટલે કે 25.9 ટકા શહેરી વિસ્તારો હતા
 
વય મૂજબ સીરો સર્વેના પરિણામ 
 
18 થી 45 વર્ષની વચ્ચેના વયસ્કો માટે કરવામાં અવેલ ટેસ્ટ વચ્ચે પોઝિટીવીટી જોવા જઈએ તો 43.3 ટકા લોકો પોઝીટીવ રહ્યા. 46-60 વર્ષના આયુ ગ્રુપમાંથી 39.5 ટકા લોકોમાં પોઝિટીવિટી જોવા મળી અને 60 વર્ષની ઉપરના વય ગ્રુપમાં 17.2 ટકા પોઝિટીવ કેસ જોવા મળ્યા.