શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2020
Written By
Last Modified: સોમવાર, 26 ઑક્ટોબર 2020 (11:58 IST)

IPL 2020: પહેલીવાર ચેમ્પિયન ટીમ ચેન્નઈ પ્લેઓફમાંથી થઈ બહાર, બાકી ટીમો માટે શુ છે આશા જાણો

રાજસ્થાન રોયલ્સએ મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને અંતિમ ચારની દોડને વધુ રસપ્રદ બનાવી દીધી છે. જો કે, ચાર વખતના ચેમ્પિયનના પ્લેઓફમાં પહોંચવાની સંભાવનાએ કોઈ ફરક પાડ્યો નથી. ટીમે બાકીની ચાર મેચમાંથી ફક્ત એક મેચ જીતવાની છે અને પ્લેઓફમાં તેની  પાક્કી થઈ જશે.
 
જોકે રોયલ્સની ટીમ 10 પોઇન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે. તે હજી પણ 14 પોઇન્ટ સાથે પ્લે ઓફમાં પ્રવેશ કરી શકે છે. રોયલ્સની બે મેચ બાકી છે અને જો તે બંને જીતશે તો તેમની અંતિમ ચારમાં પહોંચવાની આશા રહેશે. રવિવારે રાજસ્થાને મુંબઇને હરાવીને ચેન્નઈ સુપર કિંગ્સને ફાઇનલ ફોર રેસમાંથી બહાર કરી દીધી હતી. આઈપીએલના ઇતિહાસમાં પ્રથમ વખત ચેન્નઈ સુપર સિંગ્સ ટીમ પ્લેઓફમાં પહોંચી શકી નથી.
 
બેન સ્ટોક્સની સદીના કારને રાજસ્થાનની ટીમે તેમની પ્લે ઓફની આશાને જીવંત રાખી છે. પરંતુ હજી પણ તેનું પ્લેઓફમાં સ્થાન કોલકાતા નાઈટ રાઇડર્સ, કિંગ્સ ઇલેવન પંજાબ અને સનરાઇઝર્સ હૈદરાબાદના પ્રદર્શન પર આધારીત રહેશે. રાજસ્થાન રોયલ્સની બાકીની બે મેચ કિંગ્સ ઇલેવન પંજાબ અને કોલકાતા નાઈટ રાઇડર્સ સાથે છે.
 
કિંગ્સ ઇલેવન પંજાબ પાંચમા અને કોલકતા નાઈટ રાઇડર્સ ચોથા સ્થાને છે. કોલકાતાની ટીમની હજુ ત્રણ મેચ બાકી છે અને તેના 12 પોઇન્ટ છે. પ્લેઓફમાં પોતાનુ સ્થાન પાક્કુ કરવા માટે તેની માટે સારુ રહેશે કે તે ત્રણેય મેચ જીતે.  સોમવારે કિંગ્સ ઇલેવન અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે જંગ છે. જો કિંગ્સ ઇલેવન કોલકાતા નાઈટ રાઇડર્સને હરાવે છે અને તે પછી બંને ટીમો તેની આગામી બે મેચ હારી જાય છે, તો રાજસ્થાન રોયલ્સ બાકીની બે મેચ જીતીને પ્લે ઓફ માટે ક્વોલિફાય થઈ શકે છે. કારણ કે રાજસ્થાન રોયલ્સને 14 અને કિંગ્સ ઇલેવન અને કોલકાતાના 12-12 પોઇન્ટ રહેશે.