ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 16 મે 2021 (10:53 IST)

કોરોના કારણે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવનું નિધન

કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને ગુજરાત કોંગ્રેસ સાંસદ રાજીવ સાતવનું કોરોનાના લીધે નિધન થઇ ગયું છે. 23 દિવસથી રાજીવ સાતવ વેંટિલેટર પર હતા. પૂણેના જહાંગીર હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના અંગત ગણાતા રાજીવ સાતવ 22 એપ્રિલના કોરોનાથી સંક્રમિત થયા હતા. કોરોનાના સામાન્ય લક્ષણ મળી આવ્યા બાદ તેમણે પોતાની તપાસ કરાવી તો કોરોના સંક્રમણની ખબર પડી છે. 
 
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ શનિવારે જાણકારી આપી હતી કે રાજીવ સાતવને કોરોના બાદ એક નવા વાયરસનું સંક્રમણ થઇ ગયું છે. આ પહેલાં તે ધીમે ધીમે કોરોનાથી સાજા થઇ રહ્યા છે. પરંતુ તેમનું સ્વાસ્થ્ય ફરીથી ખરાબ થઇ ગયું છે અને તેમની હાલત નાજુક થતી જાય છે. આ મામલે વિશેષજ્ઞોની સલાહ લઇ રહ્યા હતા. પરંતુ દુર્ભાગ્યથી રવિવારે સવારે તેમનું નિધન થઇ ગયું. 
કોણ હતા રાજીવ સાતવ?
રાજીવ સાતવ કોંગ્રેસના તે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના ગુજરાતના પ્રભારી હતા. કોંગ્રેસની કાર્યકારી સમિતિના નિમંત્રક હતા. સંસદમાં તેમની ઉપસ્થિતિ 81 ટકા હતી જે એક ઉલ્લેખનીય વાત હતી. તે 2010 થી 2014 સુધી ભારતીય યુવા કોંગ્રેસના અધ્યક્ષ પણ રહ્યા. તેમણે ચાર વાર 'સંસદ રત્ન' ના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2019માં તેમણે લોકસભા ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો હતો. ગત વર્ષે તેમણે કોંગ્રેસ તરફ રાજ્યસભાના સભ્ય ચૂંટાયા હતા. મનરેગા, અકાલ, રેલવે સાથે જોડાયેલા મુદ્દા સહિત તેમણે સંસદમાં 1075 સવાલ ઉઠાવ્યા હતા અને 205 વાદ-વિવાદમાં ભાગ લીધો હતો. 2014માં તે હિંગોળીથી લોકસભાની ચૂંટણી જીત્યા હતા.