શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 16 મે 2021 (10:36 IST)

ટોપ 50 વ્યસ્ત એરપોર્ટની યાદી ગુજરાતના ત્રણ એરપોર્ટ, જાણો અમદાવાદનો કયા ક્રમે

કોરોના કારણે સતત ઉડાનો રદ થવી અને મુસાફરોના ટ્રાફિકમાં ઘટાડાના કારણે સુરત એરપોર્ટ દેશના ટોપ 50 વ્યસ્ત એરપોર્ટોની યાદીમાં 33મા થી 34મા સ્થાન પર સરકી ગયું છે. હવે 33મા સ્થાને મદુરૈ એરપોર્ટ આવી ગયું છે. પહેલાં તે 36મા સ્થાને હતું. સુરત ભલે એક જ સ્થાન સરક્યું હોય પરંતુ વડોદરા એરપોર્ટ કરતાં 14 ક્રમે આગળ છે. 
 
વડોદરા એરપોર્ટ 48મા સ્થાને છે. જ્યારે અમદાવાદ 7મા સ્થાને છે. ગત વર્ષે કોરોનાના કારણે લાગેલા લોકડાઉન બાદ મે મહિનામાં ઉડાનોનું સંચાલન શરૂ થયું હતું. ધીમે ધીમે ઉડાનો સાથે મુસાફરોની સંખ્યામાં પણ વધારો થવા લાગ્યો હતો. માર્ચ 2021માં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા. તેનાથી વિમાન કંપનીઓએ પોતાની ફ્લાઇટ રદ કરવા લાગી. મુસાફરોની સંખ્યા પણ ઓછી થવા લાગી. હવે સ્થિતિ એ છે કે સુરત એરપોર્ટથી ફક્ત બે વિમાનો અવરજવર થઇ રહી છે. 
 
એરપોર્ટ પરથી સ્પાઇસ જેટએ પોતાની તમામ ઉડાનો રદ કરી દીધી છે. ઇંડિંગો ફક્ત બે ફ્લાઇટ ચાલી રહી છે. સુરત નાણાકીય વર્ષ 2019-20 માં દેશના વ્યસ્તતમ ટોપ 50 એરપોર્ટની યાદીમાં 3મા સ્થાને હતું. નાણાકીય 2020-21 માં 34મા સ્થાન પર આવી ગયું છે. આ મહિને ત્રણ અલગ-અલગ દિવસે બંન ઉડાનો રદ રાખશે. તેનાથી 18,22 અને 25 મેના રોજ એરપોર્ટ પરથી પણ પેસેજ્ર ફ્લાઇટ નહી હોય.
 
એરપોર્ટ પર જાન્યુઆરીથી માર્ચ સુધી દરરોજ 4500 મુસાફરો આવાજાહી કરી રહ્યા હતા. હવે દરરોજ બે જ ફ્લાઇટ છે અને 500થી ઓછા મુસાફરો આવી રહ્યા છે. આરટીપીસીઆર જરૂરી હોવાથી મુસાફરો યાત્રા ટાળી રહ્યા છે. એપ્રિલમાં 48889 મુસાફરો આવી ગયા, જ્યારે માર્ચમાં 95640 મુસાફરોએ મુસાફરી કરી. એક મહિનામાં 46751 મુસાફરો ઓછા થઇ ગયા.