રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: બુધવાર, 15 એપ્રિલ 2020 (16:56 IST)

ભાજપના પૂર્વ કોર્પોરેટરના પત્ની અને મંત્રીના પાડોશી કોરોનાની લપેટમાં સપડાયા

વડોદરામાં કોરોના સંક્રમણના સંક્રમણ અન્ય વિસ્તારમાં પ્રસરતુ રહ્યુ છે. ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કાઉન્સિલરના પત્ની તથા અમદાવાદી પોળ ખાતે રહેતા રાજ્ય સરકારના મંત્રી યોગેશ પટેલના પાડોશમાં રહેતી મહિલા સહિત વડોદરા શહેરમાં આજે પાંચ પોઝિટિવ કેસ આવ્યા છે. જ્યારે વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે લૂંટના કેસમાં પકડાયેલા એક આરોપીને કોરોનો પોઝિટિવ આવતાં તેને સીધો હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે. આમ વડોદરા શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંક ૧૨૨ પર પહોચ્યો છે.
વડોદરાના રેડઝોન નાગરવાડામાંથી શરૂ થયેલા કોરોના વાઇરસના ઝડપભેર ફેલાવામાં નાગરવાડાની આસપાસના વિસ્તાર એવા સલાટવાડા, કોઠીપોળ, અમદાવાદી પોળ એવા રાવપુરા વિસ્તારની પોળો આવી રહી છે. આ વિસ્તારમાંથી કોરોના પોઝિટિવના કેસ આવવાના શરૂ થઇ ગયા છે. આજે સવારે વડોદરામાં પાંચ કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં નાગરવાડા વિસ્તારમાંથી વધુ બે વ્યક્તિઓના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. આ ઉપરાંત સલાટવાડા તુલસીબાઇની ચાલીમાંથી એક વ્યક્તિનો પોઝિટિવ આવ્યો છે. અમદાવાદી પોળમાં રહેતી એક ૫૪ વર્ષની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે કારેલીબાગ વિસ્તારના આનંદનગરમાં સત્યમ એપાર્ટમેન્ટમાં જે યુવતીનો બે દિવસ કોરોના પોઝિટી આવ્યો હતો. તેના પતિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ જીઇબી પોલીસ વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યા છે. જેના પગલે હવે આ હેડ કોન્સ્ટેબલ કોના કોના સંપર્કમાં હતા તે અંગેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદી પોળના આવેલી મહિલા રાવપુરા વિસ્તારના ભાજપાના પૂર્વ કાઉન્સિલરની પત્ની છે. તેમનુ મકાન રાજ્ય સરકારના મંત્રીના નિવાસસ્થાનથી ચાર જ ઘર દૂર છે. આજે સવારે આ મહિલાના પતિ તથા પૂર્વ કાઉન્સિલર તથા તેમના પરિવારના સભ્યોનો ક્વોરેન્ટાઇન કરાયા હતા. આ મહિલાની તબીયત છેલ્લા દસ દિવસથી સારી ન  હોવાથી એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ત્યાંથી તેમનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં કોરોના પોઝિટિવ નિકળ્યો હોવાનું જાણવા મળે છે.