બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Updated : સોમવાર, 28 ડિસેમ્બર 2020 (11:37 IST)

કોલ્ડ સ્ટોરેજથી લોકો સુધી કેવી પહોચશે કોરોના વૈક્સીન ? આજે ભારતના ગુજરાત સહિત 4 રાજ્યોમાં ડ્રાઈ ઈન

ભારતના લોકોને ટૂંક સમયમાં જ કોરોના વાયરસ સામે લડવા માટે વેક્સીનના રૂપમાં એક મજબૂત હથિયાર મળી શકે છે. સામાન્ય લોકો સુધી રસી પહોંચાડવાની તૈયારી હવે અંતિમ તબક્કામાં છે અને આ અંતર્ગત આજે 28 ડિસેમ્બરે અને આવતીકાલે 29 ડિસેમ્બરે દેશના ચાર રાજ્યોમાં દેશમાં રસીકરણ વ્યવસ્થાનુ સચોટ મૂલ્યાંકન થાય અને આવનારા પડકારો જાણવા માટે. તેનું રિહર્સલ કરવામાં આવશે જેને ડ્રાઈ ઈન કહેવામાં આવે છે.  સરળ ભાષામાં બતાવવામાં આવે તો આ કોરોના ટીકાકરણ અભિયાનના મૉક ડ્રિલ જેવુ છે.  જો કે આ અભ્યાસ દરમિયાન કોઈને પણ વૈક્સીન નહી આપવામાં આવે.  ઉલ્લેખનીય છે કે ભારતમાં જાન્યુઆરીથી ટીકાકરણ અભિયાન શરૂ કરવાની યોજના છે. 
 
જે રાજ્યોમાં ટીકાકરણનો પૂર્વાભ્યાસ કરવામાં આવશે એ છે પંજાબ, અસમ, આંધ્રપ્રદેશ અને ગુજરાત. આ રાજ્યોના બે બે જીલ્લામાં બે દિવસ માટે આ અભ્યાસ કરવામાં આવશે.  જો કે આ પ્રક્રિયામાં વૈક્સીનનો સમાવેશ નહી કરવામાં આવે.  આ દરમિયાન વૈક્સીના કોલ્ડ સ્ટોરેજથી લઈને લોકોને લગાવવા સુધીની બધી પ્રક્રિયા પર નજર રાખવામાં આવશે જેથી ટીકા વિતરણ પહેલા પ્રક્રિયાની ઉણપો દૂર કરી શકાય. આ અભ્યાસ દરમિયાન  Co-WIN એપ દ્વારા પ્રક્રિયાની રિયલ ટાઈમ મૉનિટરિંગને પણ પરખવામાં આવશે. 
 
કેવી રીતે થશે ડ્રાઈ રન ?
 
1. આ મૉક ડ્રિલ જેવુ રહેશે.  જેમા વૈક્સીન આપવા ઉપરાંત બાકી સંપૂર્ણ પ્રક્રિયા પારખવામાં આવશે.  Co-WINએપમાં ડેટા નાખવામાં આવશે, કોલ્ડ સ્ટોરેજની તપાસ થશે. કોલ્ડ સ્ટોરેજ દ્વારા કોવિડ વૈક્સીનના કેન્દ્રો પર લઈ જવાની પ્રક્રિયાની તપાસ થશે. કેંદ્ર પર ભીડને વ્યવસ્થિત કેવી રીતે કરવામાં આવે જેવા બાકી બધા પહેલુઓ તપાસવામાં આવશે. 
 
2. ટીકાકરણ માટે શક્ય એટલા કેન્દ્રોનો ઉપયોગ કરવામાં આવશે. તેથી, જિલ્લા હોસ્પિટલો, સામુહિક આરોગ્ય કેન્દ્રો અથવા પ્રાથમિક સારવાર કેન્દ્રો, ખાનગી હોસ્પિટલો જેવા જુદા જુદા સ્થળોએ પણ ડ્રાય રન કરવામાં આવશે.
 
3. આ અભ્યાસ કરવાનો હેતુ રસીકરણ પ્રક્રિયા દરમિયાન કયા પડકારોનો સામનો કરવો પડશે એ જાણ કરવાનો છે જેથી જ્યારે અભિયાન ખરેખર શરૂ થાય,  ત્યારે પ્રક્રિયા કોઈપણ સમસ્યાઓ વિના પૂર્ણ થાય છે.
 
4.  આ અભ્યાસ  દ્વારા, તે રસીકરણ ઝુંબેશ ચલાવનારાઓને વિવિધ સ્તરે શું કરવાનું છે તેનો અનુભવ થશે.
 
5. આ મોકડ્રીલ દરમિયાન, બ્લોક અને જિલ્લા કક્ષાએ પણ સતત દેખરેખ ચાલુ રાખવામાં આવશે. ત્યારબાદ આ કવાયત સાથે સંબંધિત પ્રતિસાદ રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે શેર કરવામાં આવશે.
 
જોકે ભારતમાં કટોકટીના ઉપયોગ માટે હજી સુધી કોઈ રસી મંજૂર કરવામાં આવી નથી, તેમ છતાં, સિરામ સંસ્થાના ઓક્સફર્ડ-એસ્ટ્રેજેંકાના સહયોગથી બનાવવામાં આવેલી રસી આ રેસમાં આગળ હોવાનું માનવામાં આવે છે. યુકે ડ્રગ રેગ્યુલેટરથી એકવાર સ્વીકૃતિ મળ્યા પછી આ વૈક્સીનને લઈને ભારતના સેંટ્રલ ડ્રગ્સ સ્ટૈડર્ડ કંટ્રોલ ઑર્ગેનાઈઝેશનની બેઠક થશે, જ્યા તેના બધા પહેલુઓને તપાસ્યા પછી વૈક્સીનના ઉપયોગને મંજુરી આપી શકાય છે.