રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 1 સપ્ટેમ્બર 2021 (10:50 IST)

વલસાડમાં ભારે વરસાદ, મહેસાણમાં વિજળી પડતાં બે લોકોના મોત

વલસાડ જિલ્લા અને દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારોમાં મંગળવારે રાત્રે ભારે વરસાદ બાદ ઘણા નીચાણવાળા વિસ્તારોમા પાણી ભરાઇ ગયા હોવાની અધિકારીઓએ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લામાં સોમવાર રાત્રે આકાશીય વિજળીની ચપેટમાં આવતાં બે લોકોના મોત થયા છે. 
 
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર થોડા દિવસોમાં વરસાદનું અનુમાન છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. રાજ્યના 228 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામમાં 12 ઇંચ ખાબક્યો છે. વલસાડના વાપી માં આઠ ઇંચ , જૂનાગઢના માંગરોળમાં પાંચ ઇંચ કરતાં વધુ અને વિસાવદરમાં ૪ ઇંચ કરતાં વધુ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૪ તાલુકામાં ૩ ઇંચ કરતા વધારે વરસાદ સરકારે ચોપડે નોંધાયો છે. રાજ્યના 31 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો જ્યારે રાજ્યના ૭૬ તાલુકામાં ૧ ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. 
 
વિસનગર તાલુકા પોલીસ મથકના એક અધિકારી જણાવ્યું હતું કે મહેસાણા ગણપતપુર ગામમાં વિજળી પડતાં એક મહિલા અને એક કિશોરનું મોત થયું છે. તો બીજી તરફ મહેસાણાના છઠીયારડામાં વીજળી પડતા એક ઘરની છત ધરસાઈ થઈ હતી. જેમાં 32 વર્ષીય મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.