બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 2 માર્ચ 2020 (10:57 IST)

નિર્દયતા - રાજકોટમાં પાંચ દિવસની બાળકી 'અંબે' પર 20 વાર ચપ્પુના ઘા કરીને હત્યાની કોશિશ

રાજકોટમાં એક નવજાત બાળકીને ચપ્પુથી ઘા કરીને મારવાનો પ્રયત્ન કરવાનો મામલો સામે આવ્યો છે. જો કે બાળકીનો જીવ બચી ગયો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. રવિવારે પ્રદેશના મુખ્યમંત્રી વિજય રૂપાનીએ હોસ્પિટલ પહોંચીને ચિકિત્સકો પાસેથી  નવજાતના સ્વાસ્થ્ય વિશે માહિતી લીધી.  
 
માહિતી મુજબ રાજકોટ જીલ્લામાં એક નવજાત બાળકીને મારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને તેના પર લગભગ 20 વાર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો.  પછી બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રવિવારે રાજકોટના અમૃતા હોસ્પિટલની મુલાકાત લીધી અને નવજાતના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી. જીલ્લાધિકારીએ  માસુમની સારવારનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી. બાળકીનુ નામ અંબે રાખવામાં આવ્યુ છે. 
 
ગામડામાં લાવારિસ સ્થિતિમાં મળી હતી બાળકી 
 
માહિક અને થેબાચાડા ગામની વચ્ચે ખુલ્લા મેદાનમાં બુધવારે એક નવજાત બાળકી મળી હતી. મેદાનમાં ક્રિકેટ રમવા પહોંચેલા કેટલાક બાળકોને તેના રડવાનો અવાજ સંભળાયો હતો. છોકરાઓએ જોયુ કે એક કૂતરો પોતાના દાંતમાં બાળકીને દબાવીને લઈ જઈ રહ્યો હતો. 
 
છોકરાઓએ નવજાતને પોતાના પ્રયાસોથી કૂતરાથી બચાવી લીધો. ત્યારબાદ પોલીસને સૂચના આપીને બોલાવાઈ. બાળકીના શરીર પર લગભગ 20 વાર ચપ્પુથી ઘા કરવાના ઝખમ હતા. માસુમને તરત જ નિકટના સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. 
 
હોસ્પિટલની ડો. દિવ્યા બરારે જ્ણાવ્યુ કે અહી લાવ્યા પછી તેની પીઠ પર ઓછામા ઓછા 20 વાર ચપ્પુના ઘા હતા. તેના મોઢામાં માટી હતી અને તે શ્વાસ પણ નહોતી લઈ શકતી. પણ હવે તેની હાલત સ્થિર છે. પછી બાળકીને રાજકોટના અમૃતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.