સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Updated : શુક્રવાર, 29 મે 2020 (08:55 IST)

ચીને કોરોના પર કેવી રીતે કાબૂ મેળવ્યો? મુલેઠીમાં છિપાયુ હોઈ શકે રહસ્ય

વિશ્વ કોરોના રોગચાળા સાથે સંઘર્ષ કરી રહ્યું છે, પરંતુ ચીને તેને કેવી રીતે પરાજિત કર્યું તે રહસ્ય જ રહ્યું. ભારતીય વૈજ્ઞાનિકોનુ માનીવુ છે કે છે કે તેમની હર્બલ દવાઓમાં મુલેઠીના ઉપયોગથી આ રોગ દૂર થઈ શકે છે. તેથી, આયુષ વિભાગ સાથે વૈજ્ઞાનનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (સીએસઆઈઆર) એ કોવિડ દર્દીઓ પર મુલેથીનું પરીક્ષણ શરૂ કર્યું છે. આ પરીક્ષણો દેશના ઘણા કેન્દ્રો પર શરૂ થયા છે.
 
મુલેઠીના વપરાશને લઈને અનેક તથ્યો બહાર આવ્યા છે. એક, 2003 માં જ્યારે સાર્સ  શરૂ  થયો હતો ત્યારે ફ્રેન્કફર્ટ યુનિવર્સિટીની ઓફ મેડિકલ વાઈરોલોજીના એક શોધ પત્ર લાંસેટમાં પ્રકાશિત થયું હતું, જેમાં મૂલેઠી ને સાર્સ વાયરસ સામે અસરકારક હોવાનું જોવા મળ્યુ હતુ 
 
બીજું એ કે ફેબ્રુઆરીમાં કેટલાક એવા અહેવાલો આવ્યા હતા કે કોવિડની સારવાર માટે ચીને જે પરંપરાગત દવાઓનો ઉપયોગ કર્યો હતો તેમાં પણ મુલેઠીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કોવિડના 87% દર્દીઓને આ દવા આપવામાં આવી હતી જેનાથી તેઓ સ્વસ્થ બન્યા હતા. સીએસઆઈઆર વૈજ્ઞાનિક ડો.રામ વિશ્વકર્માના જણાવ્યા મુજબ, ચીનમાં કોરોના સંકટ દરમિયાન મુલેઠીના વપરાશમાં વધારો થયો હતો. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ દવા કોવિડ ટ્રીટમેન્ટમાં ઉપયોગી થઈ શકે છે.

ચાર ફોર્મૂલાનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે
 
આઇ.આઇ.આઇ.એમ. જમ્મુ, સી.એસ.આઈ.આર. જમ્મુના નિયામક ડો.રામ વિશ્વકર્માના જણાવ્યા અનુસાર, મુલેઠી  સહિત આયુષના ચાર ફોર્મૂલાનુ   વૈજ્ઞાનિક માપદંડ પર પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તેમના પરિણામો નક્કી કરશે કે આ દવા કેટલી ઉપયોગી છે. નેસરીએ કહ્યું કે મુલેઠી મૂળભૂત રીતે ભારતની એક દવા છે, જેનું વર્ણન ચરક સંહિતમાં મળે છે.  ચાઇનીઝ પરંપરાગત દવાઓમાં તેનો ઉપયોગ પાછળથી શરૂ કરવામા  આવ્યો 

ક્લિનિકલ ટ્રાયલની શરૂઆત 
 
આયુષ મંત્રાલયના સલાહકાર મનોજ નેસારીએ જણાવ્યું હતું કે આયુર્વેદમાં સુકા ઉધરસ માટે મુલેઠીનો ઉપયોગ કરવામાં આવે છે. કોવિડમાં સુકી ખાંસી થાય છે. પ્રારંભિક અભ્યાસ તેના ઉપયોગી હોવાના સંકેત  દર્શાવે છે. તેમણે કહ્યું કે અમારી મલ્ટિસેન્ટર ક્લિનિકલ ટ્રાયલ્સ શરૂ ચુક્યા છે. આગામી બે મહિનામાં તે સ્પષ્ટ થઈ જશે કે તે કેટલું ઉપયોગી સાબિત થશે.