રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Updated : શનિવાર, 1 મે 2021 (13:25 IST)

સુહાગરાતના દિવસે આવ્યો તાવ, લગ્નના 72 કલાક પછી જ કોરોનાથી વરરાજાનુ મોત

યૂપીના બિઝનૌરમાં કોરોનાના 72 કલાકમાં જ એક નવવધુની ખુશીઓને ગ્રહણ લાગી ગયુ.  કોરોનાને કારણે વરરાજાનુ 2 દિવસ પછી જ મોત થઈ ગયુ, જે બે દિવસ પહેલા તો નવવધુને તેના પિયરથી પરણીને લાવ્યો હતો.  એ જ રાત્રે તેને તાવ આવતા તે હોસ્પિટલમાં દાખલ થયો અને સારવાર દરમિયાન વરરાજા અર્જુને હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા. 
 
બિઝનૌર શહેરના મોહલ્લા જાટાન નિવાસી અર્જુનના લગ્ન 25 એપ્રિલના રોજ ચાંદપુરના કસ્બા સ્યાઉ નિવાસી બબલી સાથે થયા હતા. 25 તારીખે અર્જુનનો વરઘોડો ધૂમધામથી સ્યાઉ ગયો હતો અને દિવસમાં પૂરી ધૂમધામથી જાનૈયાઓનુ સ્વાગત થયુ અને ત્યારબાદ ફુલહાર અને સાતફેરાની વિધિ પણ ખુશી ખુશી પુરી થયા પછી સાંજે લગભગ 7 વાગે જાનને નવવધુ સાથે વિદાય આપવામાં આવી. 
જાન ખુશી ખુશી બિઝનૌર પહોચી અને નવવધુનુ પણ સાસરિયે પહોચતા ધૂમધામથી સ્વાગત કરવામાં આવ્યુ, પણ એ જ રાત્રે સુહાગરાતના દિવસે વરરાજા અજ્રુનને અચાનક તાવ આવ્યો અને તાવ વધતો ગયો. 
 
તાવ વધતા વરરાજા અર્જુનને તરત જ જીલ્લા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યા તેની રિપોર્ટ કોરોના પોઝિટીવ આવી. વરરાજાને જીલ્લા હોસ્પિટલના જ કોવિડ-19 વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો પણ તેની હાલતમાં સુધારો ન થયો અને હાલત બગડતી ગઈ. 
પડોશીઓના મુજબ હોસ્પિટલમાં ઓક્સીજનની કમીને કારણે 29 એપ્રિલના રોજ સવારે વરરાજા અર્જુનનુ કોરોનાને કારણે મોત થઈ ગયુ.  વરરાજાના મોતના સમાચાર મળતા જ નવવધુ પક્ષ અને વરરાજા પક્ષમાં બે દિવસ પહેલાની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ અને નવી નવેલી દુલ્હન પર દુ:ખોનો પહાડ તૂટી પડ્યો.  જે જીવનસાથી સાથે બબલીએ આખુ જીવન સાથ નિભાવવાના સપના જોયા હતા તે 72 કલાકમાં જ ચુર ચુર થઈ ગયા અને એ જન્મોજનમનો સઆથે ફક્ત 72 કલાક જ ચાલી શક્યો. ત્યારબાદ બબલીની પણ તબિયત બગડી ગઈ. 
 
હાલ કોરોનાથી વરરાજાના મોતથી મોહલ્લામાં ગમગીન વાતાવરણ છે. કોઈપણ કશુ બોલવા તૈયાર નથી. પરિવારના લોકોની પણ વિભાગ દ્વારા તપાસ થઈ રહી છે કે ક્યાક એ લોકો પણ કોરોના પોઝીટીવ તો નથી. જે માટે તેમના પણ સૈપલ લેવામાં આવ્યા છે.