બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 28 મે 2021 (08:32 IST)

ઈગ્લેંડના ખેલાડીઓને IPLમાં રમવાની મંજુરી નહી, ECBએ આપ્યો ચોંકાવનારો નિર્ણય

IPL 2021: બીસીસીઆઈ  ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝન સપ્ટેમ્બરમાં ફરી શરૂ કરવાની યોજના બનાવી રહ્યુ  છે. પરંતુ ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈને મોટો ઝટકો આપવાની તૈયારીમાં છે. ઈસીબી તરફથી એક નિવેદન આવ્યુ છે જેના મુજબ ઇંગ્લેન્ડના ખેલાડીઓ 14મી સીઝનની બાકીની બચેલી મેચોમાં ભાગ લઈ શકશે નહીં.
 
બીસીસીઆઈ પાસે આઈપીએલ 14 ની બાકી બચેલી મેચોના આયોજન માટે 20 થી 22 દિવસની વિંડો છે.  સૂત્રોના જણાવ્યા મુજબ આઇપીએલ 20 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર વચ્ચે યુએઈમાં રમી શકાય છે. પરંતુ આ સમય દરમિયાન ઇંગ્લેન્ડની ટીમને બાંગ્લાદેશના પ્રવાસ પર જવાનો શેડ્યુલ છે. 
 
ઇંગ્લેન્ડ ક્રિકેટના નિર્દેશક એશ્લે જાઈલ્સે કહ્યુ છે કે ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ કોઈપણ કારણોસર પોતાના કાર્યક્રમમાં ફેરફાર નહી કરે
 "અમારું વ્યસ્ત સમયપત્રક છે. જો અમે સપ્ટેમ્બરમાં પાંચમી ટેસ્ટ પુરી કરીએ છીએ તો અમારે 19 કે 20 સપ્ટેમ્બરના રોજ બાંગ્લાદેશ રવાના થવું પડશે."
 
અનેક ટીમો પર પડશે ખરાબ અસર 
 
ઉલ્લેખનીય છે કે ઇંગ્લેન્ડ બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં ઘણા મોટા ખેલાડીઓને આરામ આપવાની યોજના બનાવી રહ્યું છે. પરંતુ આ ખેલાડીઓને તે સમયે બીજી કોઈ ટૂર્નામેન્ટ રમવા દેવાની મંજુરી નહી રહે. "આપણે ખેલાડીઓને થોડો બ્રેક પણ આપવો પડશે. આપણે આપણુ શેડ્યૂલ મેનેજ કરવું પડશે જેથી ખેલાડીઓ ટી -20 વર્લ્ડ કપ અને એશેઝ માટેની તૈયારી કરી શકે."
 
ઇંગ્લેન્ડના સ્ટાર ખેલાડીઓ બેન સ્ટોક્સ, જોસ બટલર, મોઈન અલી, ક્રિસ વોક્સ, સેમ કર્રન અને ક્રિસ જોર્ડન આઇપીએલમાં તેમની ટીમો માટે ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. ઇંગ્લેન્ડના ખેલાડીઓ ન રમે તેવી સ્થિતિમાં સીએસકે, રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સને પોતાના ગેમ પ્લાન બદલવા પડી શકે છે.