રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: ગોધરા: , શુક્રવાર, 1 મે 2020 (12:33 IST)

ગોધરામાં બેરિકેડિંગ કરવા પહોંચી પોલીસ ટીમ પર હુમલો, ભીડે કર્યો પથ્થરમારો

કોરોના વાયરસ સામે જંગ લડી રહેલા ફ્રન્ટલાઇન વોરિયર્સ પર સતત થઇ રહેલા હુમલાના સમાચારોએ સરકારની ચિંતા વધારી દીધી છે. તાજેતરમાં વધુ એક કિસ્સો ગુજરાતના પંચમહાલનો છે. અહીં ગોધારાના એક મહોલ્લામાં પોલીસ અને રોડ અને બિલ્ડીંગ વિભાગની ટીમના જવાન પર લોકોએ હુમલો કરી કર્યો હતો. પોલીસે પણ તોફાની તત્વો પર ટિયર ગેસ છોડ્યા હતા. આ હુમલામાં પોલીસકર્મી ઘાયલ થયા હતા. પોલીસે બે તોફાનીતત્વોની ધરપકડ કરી લીધી છે. 
 
જાણકારી અનુસાર કોરોન્ટાઇનવાળા વિસ્તારમાં પોલીસ અને રોડ અને બિલ્ડીંગ વિભાગની ટીમ બેરિકેડિંગ કરવા પહોંચી હતી. કોરોન્ટાઇનવાળા વિસ્તારમાં લક્ષ્મણરેખા તાણવાની હતી. કોરોના યોદ્ધાઓની મદદ કરવાના બદલે તોફાનીતત્વોએ લોકડાઉનની મજાક બનાવી દીધી. જોત જોતા ભીડ હિંસક થઇ ગઇ, જેના હાથમાં જે મળ્યું તે ફેંકવા લાગ્યા. લોકોએ પથ્થર અને ખુરશીઓ વડે પોલીસ પર હુમલો કર્યો. ત્યારબાદ પોલીસે ભીડ પર કાબૂ મેળવવા માટે ટિયર ગેસ છોડ્યા. જાણકારી અનુસાર આ હુમલા દરમિયાન 1 પોલીસકર્મીને ઇજા પહોંચી છે. જ્યારે 2 ઉપદ્વવીની ધરપકડ કરવામાં આવી છે. 
 
મધ્ય પ્રદેશના જબલપુરમાં પણ લોકડાઉનનું પાલન કરાવનાર પોલીસ પહોંચી તો કેટલાક લોકો ઘરની બહાર જોવા મળ્યા. પોલીસે કારણ પૂછ્યું તો હંગામો થયો. નારાજ લોકોએ પોલીસની સાથે હાઇપાઇ, ગાળાગાળી અને પોલીસની લાકડી ઝુંટવી લેવાનો પ્રયત્ન કર્યો. પોલીસ ઘણા લોકો વિરૂદ્ધ FIR નોંધાવી હતી.  
 
ગત થોડા દિવસો પહેલાં અલગ-અલગ જગ્યાએથી કોરોના પર હુમલાના સમાચાર સામે આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશના કાનપુરમાં સ્વાસ્થ્યકર્મીઓ અને પોલીસવાળા પર કેટલાક લોકોએ હુમલાની જાણકારી સામે આવી હતી. મેડિકલ અને પોલીસ ટીમ કાનપુરના જુગિયાના મોહલ્લામાં કોરોના પોઝિટિવ લોકોને લેવા ગઇ હતી. ત્યારે લગભગ 50-60 લોકોએ આ ટીમ પર હુમલો કરી દીધો. 
 
28 એપ્રિલના રોજ પશ્વિમ બંગાળના હાવડાથી સમાચાર આવ્યા હતા. કોરોના મહામારી સાથે લડી રહેલા સ્વાસ્થ્યકર્મીઓ અને સુરક્ષાકર્મીઓની સાથે હિંસાની ઘટનાઓ આખા દેશમાં ચિંતા વધારી રહી છે. અત્યારે જ્યારે તેમના પર ખૂબ મોટી જવાબદારી છે.