સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: મંગળવાર, 28 એપ્રિલ 2020 (15:12 IST)

સુરતમાં લોકોએ પોલીસ પર કર્યો પથ્થરમારો, બે કર્મી ઇજાગ્રસ્ત

કોરોના વાયરસને કારણે એક બાજુ લોકડાઉન ચાલે છે ત્યારે બીજી બાજુ લોકો સતત લોકડાઉનનો ભંગ કરતા જોવા મળે છે. ત્યારે પોલીસ દ્વારા સતત પ્રેટ્રોલિગ કરીને આવા લોકોને ઘરમાં રહેવા માટે સૂચના આપવામાં આવી છે. ત્યારે આજે સવારે ડિંડોલી વિસ્તારમાં પોલીસ પ્રેટ્રોલિગ કરી રહ્યાં હતા. ત્યારે  એકે યુવાન પોલીસ ને જોઈને ભાગવા લાગ્યો હતો. જોકે તે નજીકની કુંડીમાં પડતા તેને ઇજા થવા પામી હતી. સ્થાનિક લોકોને લાગ્યું કે, આ યુવાને પોલીસે માર માર્યો છે. જે બાદ લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને પોલીસ પર પથ્થરમારો કરતા મામલો બિચકયો હતો. જોકે, પોલીસ અને  લોકો વચ્ચે ઘર્ષણ થતા બે પોલીસ કર્મચારી ને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.શહેરમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેર અને જિલ્લામાં પોઝિટિવ કેસોનો કુલ આંક 564 થઈ ગયો છે. વધુ નોંધાયેલા  પોઝિટિવ કેસોમાં પણ કોરોના સામે લડી રહેલા ફ્રન્ટલાઈન વોરિયર્સના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે ત્યારે પોલીસ દ્વારા સતત પ્રેટ્રોલિગ કરીને લોકોને લોકડાઉનનું કડકપણે પાલન કરાવવામાં આવે છે. ત્યારે આજે સવારે ડિંડોલી વિસ્તારમાં આવેલા ઠાકોર નગરમાં શાકભાજી લેવા નીકળેલા 4-5 જણાને PCR વાનના પોલીસ કર્મચારીઓ પ્રેટ્રોલિગ હતા ત્યારે પોલીસને જોઈને એક યુવાન ભાગવા લાગ્યો હતો.જોકે ભાગવા જતા તે  એક કુંડીમાં પડી ગયો હતો. જોકે તેથી તેને ઇજા થવા પામી હતી. આ ઘટના જોનારા આ યુવાની મદદ માટે દોડી આવ્યા હતા. લોકોને લાગ્યું કે, આ યુવાને પોલીસે માર માર્યો છે. જેને લઇને આ સ્થનિક લોકો ઉશ્કેરાયા હતા અને જોત જોતામાં મામલો બિચકયો હતો .સ્થાનિક લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પથ્થર મારાને કારણે સમગ્ર વિસ્તારમાં વાતાવરણ તંગ બન્યું હતું. જોકે આ ઘટાનાની જાણકારી મળતા ઉચ્ચ અધિકારી તાત્કાલિક ઘટનાસ્થળે  પહોંચી ગયા હતાં. આ મામલે કાર્યવાહી કરીને મામલો શાંત કરીને સમગ્ર વિસ્તારમાં પ્રેટ્રોલિગ વધારી નાખ્યું હતું.લોકોએ કરેલા પથ્થરમારામાં બે પોલીસ કર્મચારીને ઇજા થતા તેમને સારવાર માટે હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. લગભગ એક કલાક સુધી ચાલેલા ઘર્ષણ બાદ હાલ મામલો થાળે હોવાનું પોલીસ અધિકારીઓ જણાવ્યુ છે.  પોલીસ વાહનને નુકશાન થયું  છે. જેને લઇને આ મામલે પોલીસે ગુનો નોંધી પોલીસ પર પથ્થરમારો કરનારની ધરપકડ કરવાની કાર્યવાહી પણ શરુ કરી છે.