suvichar
✕

Omicron Alert: ભારતમાં 1000ના પાર ઓમિક્રોનના કેસ, દિલ્હી-મહારાષ્ટ્રની સૌથી ખરાબ સ્થિતિ જુઓ ક્યા કેટલા કેસ

Updated: શુક્રવાર, 31 ડિસેમ્બર 2021 (09:17 IST)
ગુરુવારે રાત્રે કેન્દ્ર અને રાજ્યો તરફથી ઉપલબ્ધ તાજેતરના ડેટા અનુસાર, દેશમાં ઓમિક્રોન કેસની કુલ સંખ્યા લગભગ 1200 હતી. એકલા મુંબઈમાં 190 ઓમિક્રોન કેસ નોંધાયા છે
 
બીજી બાજુ નવા વેરિએંટ ઓમિક્રોનની વાત કરીએ તો દિલ્હીમાં 263 અને મહારાષ્ટ્રમાં 252 કેસની સાથે આની સંખ્યા વધીને 1000ના પાર કરી લીધુ છે. તમને એવુ પણ બતાવી દઈએ કે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રજુ આંકડાના મુજબ દેશમાં કુલ 82,402 એક્ટિવ કેસ છે.
 
ઉલ્લેખનીય છે કે ભારતમાં એક દિવસમાં કોવિડ-19ના 13,154 નવા કેસ સામે આવ્યા પછી દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 3,48,22,040 થઈ
ગઈ. બીજી બાજુ 268 અને દર્દીઓના મોત પછી મૃતક સંખ્યા વધીને 4,80,860 થઈ ગઈ છે. બીજી બાજુ અત્યાર સુધી કોરોના વાયરસ સંક્રમણના નવા સ્વરૂપ ઓમીક્રોનના 961 મામલા સામે આવી ચુક્યા છે. આ મામલા 22 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સામે આવ્યા છે.
 
આવતીકાલના આંકડા પર વિચાર કરીએ તો દિલ્હીમાં 71 હજારથી વધુ કેસ છતા સંક્રમણ દર 1.29 ટકા સુધી પહોંચી ગઈ છે. આ એક દિવસ પહેલા જ 0.68 ટકા હતી. એટલે કે લગભગ બમણો ઉછાળ સંક્રમણ દરમાં પણ આવ્યો છે. સાત મહિનામાં પહેલીવાર લગભગ એક હજાર સંક્રમિત મળવાથી સક્રિય દર્દીઓની સંખ્યા પણ બે હજારનો આંકડો પાર કરી 2191 સુધી પહોંચી ગઈ. જ્યારે કે ચાર દિવસ પહેલા આ એક હજરથી ઓછા હતા.
 
દિલ્હીમાં નવું વર્ષ ફિક્કું પડશે
 
નવા વર્ષ 2022ને ધ્યાનમાં રાખીને લાદવામાં આવેલા સૌથી કડક કોવિડ પ્રતિબંધોમાં દિલ્હીનું નામ ટોચ પર છે. રાષ્ટ્રીય રાજધાનીએ ઓમિક્રોન કેસમાં વધારાને કારણે યલો એલર્ટ જાહેર કર્યું છે. નવા વર્ષ પર કોરોના વિસ્ફોટ ન થાય તે માટે શહેરમાં રાત્રે 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. આ ઉપરાંત, રેસ્ટોરન્ટ, બાર અને જાહેર પરિવહન 50 ટકા બેઠક ક્ષમતા સાથે સંચાલિત કરવામાં આવશે.
 
નવા વર્ષ પર મુંબઈમાં કલમ 144 
લાગુ કરવામાં આવી છે
કોરોનાનું નવું વેરિઅન્ટ ઓમિક્રોન મહારાષ્ટ્રમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. તેને જોતા મહારાષ્ટ્ર પોલીસે રાજધાની મુંબઈમાં કલમ 144 લાગુ કરી દીધી છે. કલમ 144 લાગુ કર્યા પછી, હવે મહાનગરમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન, પોલીસે 30 ડિસેમ્બરથી 7 જાન્યુઆરી સુધી રેસ્ટોરાં, હોટલ, બાર, પબ, રિસોર્ટ અને ક્લબ સહિત કોઈપણ બંધ અથવા ખુલ્લી જગ્યાએ નવા વર્ષની ઉજવણી, પાર્ટીઓ પર પ્રતિબંધ મૂક્યો છે.

વધુ જુઓ..

દિવાળી ડિનર માટે બનાવો આ 4 શાહી વાનગીઓ, પરિવાર અને મહેમાનોને આવશે મજા

Colorful Coconut Rolls- કલરફુલ નારિયેળની બરફી રોલ

Diwali Rangoli Designs- દિવાળી માટે સુંદર અને આકર્ષક રંગોળીની ડિઝાઇન

Dhanteras Rangoli : ધનતેરસ પર આ સુંદર રંગોળી બનાવો

ગુલાબજાંબુને નરમ અને રસદાર બનાવવા માટે ચાસણીમાં ઉમેરો આ એક વસ્તુ, જાણો સરળ રીત

વધુ જુઓ..

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

રાવણ-જટાયુની લડાઈની સીક્વેંસ શૂટ કરવામાં લાગ્યા 6.5 વર્ષ, પુષ્પક વિમાન માટે બનાવી 50 જુદી-જુદી ડિઝાઈન

શૂટ આઉટ એટ વડાલા ના નિર્દેશક સંજય ગુપ્તાનુ નિધન, ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પસર્યો માતમ

કેવો લાઈફ પાર્ટનર ઈચ્છે છે સાઈ પલ્લવી ? અમિતાભ બચ્ચને કર્યો સવાલ, રામાયણની સીતાના જવાબ પર લોકોએ પાડી તાળીઓ

'તેને મારી જરૂર છે...': જ્હાન્વી કપૂર માટે શિખરે છોડી દીધો હતો અભ્યાસ, શ્રીદેવીના નિધન બાદ લંડનથી દોડી આવ્યા હતા બોયફ્રેન્ડ!

આગળનો લેખ
Show comments