ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: કાંગડા , ગુરુવાર, 2 મે 2024 (10:47 IST)

હિમાચલના કાંગડામાં સ્કુટીને ટક્કર મારી ભાગ્યો ટેક્સી ચાલક, સુરેશ રૈનાના કઝીન સહિત 2 ના મોત

. હિમાચલના કાંગડા જીલ્લામાં બુધવારે મોડી રાત્રે એક દર્દનાક દુર્ઘટનામાં બે યુવકોના મોત થયા. મરનારા યુવકોમાં એક પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાના મામાનો પુત્ર બતાવાય રહ્યો છે. દુર્ઘટના પછી આરોપી ઘટના સ્થળ પરથી ગાયબ થઈ ગયો હતો. દુર્ઘટનાની સૂચના મળતા જ પોલીસે ફરાર ટેક્સી ચાલકનો પીછો કરતા તેને મંડી પરથી ડિટેન કર્યો છે. 
 
પોલીસને મળતી માહિતી મુજબ બુઘવારે રાત્રે લગભગ સાઢા અગિયાર વાગે ગગ્ગલમાં હિમાચલ ટિમ્બરની પાસે અજ્ઞાત વાહન ચાલકે સ્કુટીને ટક્કર મારી દીધી. સ્કુટીને ટક્કર માર્યા પછી તે ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયા.  આ અકસ્માતમાં સ્કુટી ડ્રાઈવર સૌરવ કુમાર રહેવાસી ગગ્ગલ અને શુભમ નિવાસી કુથમાનું મોત થયું હતું. સીસીટીવી કેમેરા ફૂટેજના આધારે ગગ્ગલ પોલીસે જિલ્લા મંડીમાંથી આરોપી શેરસિંહ નિવાસીનું વાહન પકડી પાડ્યું છે.
 
 
પોલીસે પુષ્ટિ કરી હતી
અકસ્માત અંગે માહિતી આપતાં એસપી કાંગડા શાલિની અગ્રિહોત્રીએ જણાવ્યું કે ગગ્ગલ પોલીસ સ્ટેશન હેઠળ મંગળવારે રાત્રે હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો છે. આ અકસ્માતમાં બે યુવકોના મોત થયા છે. મૃતકોની ઓળખ ગગલના રહેવાસી સૌરભ અને બનોઈના રહેવાસી શુભમ તરીકે થઈ છે. આ યુવકોને ટક્કર મારતાં વાહન ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની સૂચના મળતા પોલીસ દ્વારા ફરાર વાહનનો પીછો કરવામાં આવ્યો, જેને મંડી પરથી ડિટેન કરવામાં આવ્યો. જેને પરત કાંગડા લઈ જવામાં આવી રહ્યો છે. આરોપી વિરુદ્ધ મામલો નોંધીને આગામી કાર્યવાહી કરવામાં આવી રહી છે.