શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: બુધવાર, 3 ફેબ્રુઆરી 2021 (16:26 IST)

જાણો કેમ સંન્યાસ લીધા પછી પણ ટ્રોલ થયા અશોક ડિંડા, ફેંસ બોલ્યા હવે જરૂર ખોલશે ડિંડા એકેડમી

અશોક ડિંડા વર્ષ 2009માં ભારતીય ટીમમાં પસંદગી પામ્યા હતા, પણ તેઓ પોતાના ક્રિકેટ કેરિયર ભારતીય ટીમ માટે વધુ વર્ષ ન ચલાવી શક્યા.  તેમણે ભારતીય ટીમ માટે અંતિમ મેચ જાન્યુઆરી 2013માં રમી છે. પોતાના આ નાનકડા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેરિયરમાં અશોક ડિંડાએ કુલ 13 વનડે અને 9 ટી20 રમી છે. 
 
મંગળવારે 2 ફેબ્રુઆરીએ અશોક ડિંડાએ પોતાના સંન્યાસની સત્તાવાર જાહેરાત કરી દીધી. તેમણે ક્રિકેટના બધા ફોર્મેટમાંથી સંન્યાસનુ એલાન કર્યુ છે. 
 
અશોક ડિંડાએ ભારતીય ટીમ માટે રમતા 13 વનડે મેચમાં 51ની ખૂબ ખરાબ સરેરાશ અને 6.18ની ખૂબ જ વધુ ઈકોનોમી રેટ સાથે 12 વિકેટ લીધી છે. 
 
આઈપીએલ માં પણ તેમની ઈકોનોમી ખૂબ વધુ રહી છે. આ જ કારણથી ટ્વિટર પર ફેંસ હંમેશા ડિંડા એકેડમીને લઈને ટ્રોલ કરતા રહે છ્ તેમન સંન્યાસ પછી પણ કેટલાક ફેંસ તેમને ટ્રોલ કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે હવે ડિંડા ચોક્કસ જ ડિંડા એકેડમી ખોલશે.