બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: બુધવાર, 2 માર્ચ 2022 (21:12 IST)

BCCI એ રજુ કર્યો ટીમ ઈંડિયાનો સેંટ્રલ કૉન્ટ્રેક્ટ, રહાણે અને પુજારા સહિત આ ખેલાડીઓને થયુ નુકશાન

બીસીસીઆઈએ તેના વાર્ષિક સેંટ્રલ કૉન્ટ્રેક્ટની જાહેરાત કરી છે. જેમાં ટોપ ગ્રેડમાં A+માં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી સાથે ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહનો સમાવેશ છે. આ સાથે જ ટેસ્ટ ટીમની બહાર રહેલા ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણેને પણ નુકસાન થયું છે.
 
રહાણે અને પૂજારાને લેટેસ્ટ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની યાદીમાં ગ્રેડ Aમાંથી ગ્રેડ Bમાં ખસેડવામાં આવ્યા છે. હાર્દિક પંડ્યાને પણ એ ગ્રેડમાંથી અપગ્રેડ કરીને સી ગ્રેડમાં મૂકવામાં આવ્યો છે. આ સિવાય અનુભવી વિકેટ-કીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહાને ટેસ્ટ ટીમમાંથી બહાર કરાયા બાદ બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં ગ્રેડ Bમાંથી સીમાં અપગ્રેડ કરવામાં આવ્યો છે.
 
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, BCCIની એપેક્સ કાઉન્સિલે બુધવારે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની યાદી જાહેર કરી. યાદીમાં ચાર કેટેગરી સામે આવી છે. A+ ગ્રેડને વાર્ષિક રૂ. 7 કરોડ મળશે જ્યારે A, B અને C ગ્રેડના ખેલાડીઓને અનુક્રમે રૂ. 5, 3 અને 1 કરોડ મળશે.